નવી દિલ્હી

આજે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જન્મદિવસ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, જે વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાં સામેલ છે, આજે એટલે કે 5 નવેમ્બરના રોજ 32 વર્ષના થયા છે. કોહલી આ વખતે યુએઈમાં છે, જ્યાં તેની ટીમ RCB 6 નવેમ્બરે એલિમનેટર અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની મેચ રમશે. ભારતીય કેપ્ટન કોહલી વન ડેમાં 10,000 રન પૂરા કરનાર સૌથી ઝડપી બેટ્સમેન છે. કોહલીએ આ સિદ્ધિ વર્ષ 2018માં હાંસલ કરી હતી, જ્યારે તેણે વેસ્ટ ઇન્ડીઝ સામે અણનમ 157 રન બનાવ્યા હતા. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, તેણે 205 ઇનિંગ્સ રમી હતી, જ્યારે સચિન તેંડુલકરે 10,000 વનડે રન સુધી પહોંચવા માટે 259 ઇનિંગ્સ લીધી હતી. કોહલી એકમાત્ર એવો ક્રિકેટર છે જેણે એક વર્ષમાં આઇસીસીના તમામ વાર્ષિક વ્યક્તિગત એવોર્ડ જીત્યા હતા. 2018માં તેના શાનદાર પ્રદર્શન પછી, કોહલીને સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી, આઈસીસી ટેસ્ટ અને વનડે પ્લેયર ઓફ ધ યર એનાયત કરાયો હતો.

જુઓ વિરાટની કેટલીક અનદેખી તસવીર....

માતા સાથે આજે પણ તે વધુ મોકળાશ અનુભવે છે. અનુષ્કા સાથે લગ્ન કરવાનો નિર્ણય મમ્મી મારફત જ તેણે પરિવારમાં જણાવ્યો હતો

ધોનીની માફક કોહલીને પણ આર્મ્ડ ફોર્સિસ પ્રત્યે અનોખો લગાવ છે

સ્કૂલમાં તેની છાપ નટખટ, તોફાની અને અળવીતરા બાળક તરીકેની હતી

આઠ વર્ષની વયે પહેલી વાર તેને ક્રિકેટમાં દિલચશ્પી જાગી હતી. તેનું સઘળુ્ં શ્રેય વિરાટ હંમેશા સચીન તેંડુલકરની બેટિંગને આપે છે.

આજે સ્ટાઈલ આઈકોન ગણાતો વિરાટ તરુણ અવસ્થામાં લૂક કે સ્ટાઈલ પ્રત્યે તદ્દન બેપરવા હતો