ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં જેન્ડર આધારિત બ્યુટીને મુખ્ય રુપે રજૂ કરવામાં આવે છે, તેને પોતાના વિસ્તારને વધાર્યો છે અને ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સજેન્ડર મૉડલ્સને પણ સમાવિષ્ટ કર્યા છે.ઇન્ડસ્ટ્રીએ જ્યારથી પોતાને ઉદાર કરી છે અને ટ્રાન્સ મૉડલ્સને મુખ્ય પબ્લિક મેગેઝિન અને કવર પેજનો ભાગ બનાવ્યા છે ત્યારથી કેટલીય નવી કીર્તિમાન રચી છે.

અંજલી લામાઃ અંજલી લામાએ 2017માં જ્યારે પહેલી વાર ઇન્ડિયાના ફેશન સ્ટેજ પર આવી ત્યારથી જ બધા લોકો તેની બ્યુટીથી મંત્રમુગ્ધ બન્યા હતા. નેપાળની ટ્રાન્સજેન્ડર મૉડલે લૈકમે ફેશન વીકમાં રૅમ્પ વૉક કર્યું હતું. આ મૉડલનો જન્મ ખેડૂત પરિવારમાં નાબીન વૈબાના નામે થયો હતો, તેમણે 2003માં કાઠમંડૂમાં રૂપ જાહેર કર્યું હતું.

નિતાશા બિસવાસઃ નિતાશા બિસવાસે 27 ઓગસ્ટ, 2017માં ઇન્ડિયાના પહેલા મિસ ટ્રાન્સક્વિન પૈજેંટમાં ખિતાબ મેળવ્યો હતો. કોલકત્તાની ટ્રાન્સવુમન નિતાશાએ પોતાના શહેરથી બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે.

મોના વેરોનિકા કૈંપબેલઃ મોના વેરોનિકા કૈંપબેલના નામથી શોહરત મેળવનારી પહેલી સરકારી કર્મચારીના ઘરમાં જન્મ લેતા અડાપલા મોહન નાયડૂ નામક છોકરો હતો. ઇન્ડિયાના પહેલા પ્લસ સાઇઝ ટ્રાન્સજેન્ડર મૉડલ વેરોનિકાએ 2017 લૈકેમે ફેશન વિકમાં શોસ્ટોપર વૉક કર્યું હતું. 16 વર્ષની હતી જ્યારે તેમને અહેસાસ થયો કે, તે પુરૂષ નહીં પરંતુ સ્ત્રી છે. વેરોનિકાએ તે માટે ભેદભાવનો સામનો પણ કરવો પડ્યો હતો, તેના પિતા તેના ઇલાજ માટે પણ લઇ ગયા હતા, પરંતુ તેમણે વેરોનિકાના સપાનાઓને માર્યા નહીં.