બજેટ ૨૦૨૧-૨૨ સમાચાર

 • બજેટ ૨૦૨૧-૨૨

  ધારાસભ્યોના નિવાસ માટે નીતિન પટેલે બજેટમાં કઈ જાહેરાત કરી

  ગાંધીનગર-રાજ્યના પાટનગર ગાંધીનગરમાં  ધારાસભ્યો માટે નવું સદસ્ય નિવાસ સંકુલ બનાવવાના પ્રસ્તાવને મંજૂરી અપાશે. ધારાસભ્યોને તેમના મત વિસ્તાર માટે અપાતી 1.5 કરોડની વાર્ષિક ગ્રાન્ટ ફરી શરૂ કરાશે એવો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર-કોબા-એરપોર્ટ રોડ પર રાજસ્થાન સર્કલ પર 136 કરોડના ખર્ચે કેબલ સ્ટેડ બ્રિજ અને રક્ષા શક્તિ સર્કલ પર 50 કરોડના ખર્ચે ફ્લાયઓવરનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના 41 શહેરોમાં ૬૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવવા માટે 90 કરોડ અને ઈ ગુજકોપ પ્રોજેક્ટ માટે છત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર માં મેટ્રો લાઈટ- મેટ્રો નિઓ જેવી નવી મેટ્રો સેવા માટે સરકારનું આયોજન. અમદાવાદ, ગાંધીનગર, સુરત મેટ્રો રેલ માટે રૂ 568 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
  વધુ વાંચો
 • બજેટ ૨૦૨૧-૨૨

  સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે બજેટમાં કેટલી જોગવાઈ થઈ

  ગાંધીનગર-રાજ્યમાં શિક્ષણ સેવાઓના વિકાસ માટે નાણાંમંત્રી દ્વારા કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી હતી. આ પૈકી રાજ્યમાં અનુસૂચિત જાતિની 28 અને વિકસિત જાતિ ની 33 આદર્શ નિવાસી શાળાઓમાં ઈ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ત્રણ કરોડ. અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ત્રણ નવા સરકારી છાત્રાલયના બાંધકામ માટે ત્રણ કરોડની જોગવાઈ. ગાંધીનગર ખાતે કન્યાઓ માટે અદ્યતન સુવિધા સાથેના સમસ્ત છાત્રાલયના મકાનના બાંધકામ માટે એક કરોડની જોગવાઈનો તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતી રાજ્યની જૂની શાળાઓ માટે હેરિટેજ સ્કૂલ તરીકે નવનીકરણ કરવા માટે ૨૫ કરોડની જોગવાઈ. રાજ્યની વિવિધ યુનિવર્સિટી ખાતે પીએચડી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે યોજના અંતર્ગત ૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ યોજના માટે ૧૪ લાખ વિદ્યાર્થીઓ માટે ૨૦ કરોડની જોગવાઈ. શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ સુવિધા પૂરી પાડવા માટે ૨૦ કરોડની જોગવાઈ. સંસ્કૃત ભાષાના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવા હેતુથી 37 સંસ્કૃત પાઠ શાળાઓમાં મિશન ગુરુકુળ યોજના અંતર્ગત ૧૦ કરોડની જોગવાઈનો સમાવેશ થાય છે. નવી શિક્ષણ નીતિ 20 20 અનુસાર પૂર્વ પ્રાથમિક શિક્ષણ દૂર કરવા અને આંગણવાડીમાં અભ્યાસ અર્થે આવતા ૧૬ લાખથી વધુ બાળકોના વિકાસ માટે પા પા પગલી યોજનાનું આયોજન કરાયું. જેના માટે પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 
  વધુ વાંચો
 • બજેટ ૨૦૨૧-૨૨

  જૂઓ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે બજેટમાં કેવી ફાળવણી કરવામાં આવી

  ગાંધીનગર-રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના ધ્યેયને પાર પાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે 488 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે. કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા કેવડિયા ખાતેના આદિવાસી સંસ્કૃતિ કલા અને લોકસાહિત્યના પ્રસાર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.
  વધુ વાંચો
 • બજેટ ૨૦૨૧-૨૨

  બજેટમાં કયા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા માટે નાણાંની જોગવાઈ થઈ

  ગાંધીનગર-નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી હતી જેનાથી ઉચ્ચ શિક્ષણ મેળવતા ખાસ કરીને કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન લેવામાં અને પ્રોજેક્ટ વર્ક કરવામાં સુવિધા રહે. આ માટે કોલેજના પહેલા વર્ષમાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ- લેપટોપ આપવાની યોજના પર સરકાર વિચાર કરી રહી છે અને એ માટે રૂપિયા 200 કરોડની જોગવાઈ પણ કરી દેવાઈ છે. આ ઉપરાંત કોલેજ કે શાળાએ જવા માટે બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને રાહતદરે પાસ આપવા માટે રૂપિયા 205 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. 
  વધુ વાંચો