શહેરા તાલુકામાસરપંચ પદના ૮૦ અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં
12, જુન 2025 શહેરા   |   2079   |  


શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થતા ૨૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોમાં પેટા ચુંટણી ૨૨ જૂન ના રોજ યોજાનાર છે. કુલ ૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવારો અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં હોવા સાથે જ્યારે બિન હરીફ સરપંચ પદના ૮ ઉમેદવાર અને ૧૨૪ વોર્ડ સભ્યો થયા હતા.અને સાત ગ્રામ પંચાયત સમરસ થઈ હતી...

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ૩૧ ગ્રામ પંચાયતોની સામાન્ય અને ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી માટે સરપંચ પદના કુલ ૧૩૨ ફોર્મ અને સભ્ય પદ માટે કુલ ૪૯૯ ફોર્મ ભરાયા હતા,જેમાં ફોર્મ ચકાસણીના દિવસે સરપંચ પદના ૪ ફોર્મ અને સભ્ય પદના ૯ ફોર્મ અમાન્ય થયા હતા,જ્યારે ફોર્મ પરત ખેંચવાના દિવસે સરપંચ પદના ૪૪ અને સભ્ય પદના ૨૭ ફોર્મ પરત ખેંચાયા હતા,જેને લઈને સરપંચ પદના ૮ ઉમેદવારો જ્યારે ૧૨૪ વોર્ડ સભ્યો બિનહરીફ થયા હતા,જેમાં યોજાનાર પેટા ચુંટણીમાં સરપંચના ૧ ઉમેદવાર અને સભ્ય પદના ૩ ઉમેદવારનો સમાવેશ થાય છે,સાથેસાથે સમરસ થયેલ ૭ ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્ય પદના ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે.જાેકે યોજાનાર ૪૨ ગ્રામ પંચાયતોમાંથી પેટા ચુંટણીમાં સમાવિષ્ટ ૧૧ ગ્રામ પંચાયત પૈકી ખાંટના મુવાડા વોર્ડ નં.૭, ગોકળપુરા વોર્ડ નં.૧, પોયડા વોર્ડ નં.૮ અને વાડી ગ્રામ પંચાયતમાં વોર્ડ નં.૭ ની પણ ચુંટણી થવાની હતી પરંતુ આ ચાર ગ્રામ પંચાયતોમાં વોર્ડ સભ્યોની પેટા ચુંટણી માટે એક પણ ફોર્મ નહીં ભરાયા હોવાની સાથે ફોર્મ ચકાસણી અને ફોર્મ પરત ખેંચાયા બાદ સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો બિનહરીફ થતાં ૨૪ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણી મળી કુલ ૨૭ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ૮૦ ઉમેદવારો અને સભ્ય પદના ૩૩૭ ઉમેદવારો ચુંટણી મેદાનમાં રહેતા ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.જાેકે યોજાનાર ૨૪ ગ્રામ પંચાયતોની સામાન્ય ચુંટણી પૈકી ધરોલાખુર્દ અને ખરોલી ગ્રામ પંચાયતમાં તમામ ૮ વોર્ડ બિનહરીફ થતાં માત્ર સરપંચ પદની ચુંટણી યોજવાની છે,જ્યારે નાંદરવા,રેણાં અને વાઘજીપુર આ ૩ ગ્રામ પંચાયતોની પેટા ચુંટણીમાં પણ માત્ર સરપંચ પદની ચુંટણી યોજાવાની છે.ત્યારે હવે ગ્રામ પંચાયતોની ચુંટણીનું ચિત્ર સ્પષ્ટ થતાં ચુંટણી મેદાનમાં રહેલા સરપંચ અને સભ્ય પદના ઉમેદવારો પોતાની જીત હાંસલ કરવા માટે ચુંટણી પ્રચારમાં લાગી ગયા છે.

કઈ ગ્રામ પંચાયતમાં કેટલા વોર્ડ સભ્યો બિનહરીફ બિનહરીફ થયા.

ધારાપુર-૪ વોર્ડ, ગુણેલી-૨ વોર્ડ, ખરોલી-૮ વોર્ડ, સંભાલી-૪ વોર્ડ, ગ.બા.ના મુવાડા-૨ વોર્ડ, ઝોઝ-૩ વોર્ડ, વિજાપુર-૭ વોર્ડ, ચોપડાખુર્દ-૧ વોર્ડ, ધાયકા-૧ વોર્ડ, છાણીપ-૩ વોર્ડ, છાયણા-૧ વોર્ડ, સરાડીયા-૧ વોર્ડ, નાડા-૨, બોરીયાવી-૧ વોર્ડ, ખાંડા-૩ વોર્ડ, ભીમથલ-૭ વોર્ડ, ધરોલાખુર્દ-૮ વોર્ડ, ધમાઈ-૫ વોર્ડ, ડેમલી-૨ વોર્ડ, મહેલાણ (પેટા) - ૧ વોર્ડ, છોગાળા (પેટા) -૧ વોર્ડ, જા.બા.ના મુવાડા (પેટા) -૧ વોર્ડ, નવાગામ-૮ વોર્ડ, હોસેલાવ-૮ વોર્ડ, ભોટવા-૮ વોર્ડ, નવા ભુણીદ્રા-૮ વોર્ડ, વક્તાપુરા-૮ વોર્ડ, સગરાડા-૮ વોર્ડ, જાેધપુર- ૮વોર્ડ.)

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution