28, એપ્રીલ 2025
સુરત, સુરત શહેરનાં પાંડેસરા ખાતે રહેતા શ્રમજીવી પરિવારના બાળકનું બે દિવસ ઝાડા-ઊલટી બાદ મોત નીપજ્યું હતું. મૂળ ઓરિસ્સાના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલ આશાપુરી સોસાયટીમાં રહેતા હિના ગોડ મજૂરી કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. હિનાભાઈના બે સંતાન પૈકી પુત્ર ૧૧ વર્ષીય બાદલને બે દિવસથી ઝાડા અને ઊલટી થઈ રહ્યા હતા. જેથી પરિવારજનોએ ઘર નજીકથી દવા લાવી તેને પીવડાવી હતી. દરમિયાન ગઈકાલે બપોરે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.