25, એપ્રીલ 2025
મુંબઇ |
ગુરુવારે બજાર ઘટાડા સાથે બંધ થયું હતું
સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે આજે શેરબજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું. બીએસઇ પર સેન્સેક્સ ૨૬૩ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦,૦૬૫.૦૨ પર ખુલ્યો. તે જ સમયે એનએસઇ પર નિફ્ટી ૦.૪૨ ટકાના વધારા સાથે ૨૪,૩૪૯.૩૫ પર ખુલ્યો છે. સપ્તાહના ચોથા દિવસે એટલે કે ગુરુવારે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બીએસઇ પર સેન્સેક્સ ૩૧૫ પોઈન્ટ ઘટીને ૭૯,૮૦૧,૪૩ પર બંધ થયો હતો. તે જ સમયે એનએસઇ પર નિફ્ટી ૦.૩૪ ટકાના ઘટાડા સાથે ૨૪,૨૪૬.૭૦ પર બંધ થયો હતો.
એફએમસીજી અને રિયલ્ટીમાં ૧-૧ ટકાનો ઘટાડો થયો
ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીમાં ટોચના ગેઇનર્સની યાદીમાં ઇન્ડસઇન્ડ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, ટાટા કન્ઝ્યુમરના શેરનો સમાવેશ થયો હતો. જ્યારે એચયુએલ, ભારતી એરટેલ, આઇશર મોટર્સ, ઓએનજીસી, શ્રીરામ ફાઇનાન્સના શેર ટોચના ઘટાડાવાળા શેરોની યાદીમાં સામેલ હતા. બીએસઇ ઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો સ્થિર રહ્યા. ક્ષેત્રોમાં એફએમસીજી અને રિયલ્ટીમાં ૧-૧ ટકાનો ઘટાડો થયો.
ચોથા ક્વાર્ટરમાં વધારો નોંધાયા બાદ બજાર હાઇસિંગ ફા.ના શેરમાં ૪ ટકા વધારો
ચોથા ક્વાર્ટરમાં નફામાં ૫૪ ટકાનો વધારો નોંધાયા બાદ બજાજ હાઉસિંગ ફાઇનાન્સના શેરમાં ૪ ટકાનો વધારો થયો હતો. ક્ષેત્રીય રીતે, નિફ્ટી ફાઇનાન્શિયલ, ઓટો, મેટલ, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી ફાર્મા અને પીએસયુ બેંક સૂચકાંકોમાં શરૂઆતમાં વધારો જાેવા મળ્યો હતો.