03, માર્ચ 2025
9306 |
તારીખ 1 માર્ચે સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યાથી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવી હતી. તેમજ સંપૂર્ણ જિનાલયને સુશોભિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી પરિવાર સાથે દર્શન અર્થે પધાર્યા હતા. ગૌતમભાઈ અદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે આશરે 35 વર્ષ પછી ફરી શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન કર્યા અને આરતી ઉતારી ધન્યતા અનુભવી.