નવી દિલ્હી: ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે તાજેતરમાં રાજકીય મેદાનમાં પ્રવેશ કર્યો છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી ૨૦૨૪પહેલા તે કોંગ્રેસ પાર્ટીમાં જાેડાઈ હતી અને હવે જુલાના સીટ પરથી કોંગ્રેસ માટે ચૂંટણી લડી રહી છે. યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે, વિનેશે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં પોતાની ગેરલાયકાત અંગે મોટું નિવેદન આપ્યું છે. વિનેશ ફોગાટ ઓપનમાં ૫૦ કિગ્રા વર્ગની ફાઇનલમાં પહોંચી હતી. આ સાથે તે આવું કરનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની હતી. ફાઈનલના એક દિવસ પહેલા, તેનું વજન તેની શ્રેણી કરતા ૧૦૦ ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું અને તેને સ્પર્ધામાંથી અયોગ્ય ઠેરવવામાં આવી હતી. રાત્રે વિનેશનું વજન ૨ કિલોથી વધુ વધી ગયું હતું, આ વજન ઘટાડવા માટે તેણે આખી રાત મહેનત કરી હતી અને ડિહાઇડ્રેશનને કારણે તેની તબિયત લથડી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પીટી ઉષા વિનેશને મળવા પહોંચ્યા હતી. હવે વિનેશે પીટી ઉષા પર ગંભીર આરોપ લગાવ્યા છે. કુસ્તીબાજએ કહ્યું, ‘૫૦ કિગ્રા ફાઈનલના દિવસે વજન માપ્યા બાદ મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, ત્યારબાદ પીટી ઉષા મને મળવા આવી પરંતુ તેમની પાસેથી કોઈ મદદ મળી નહીં. ૩૦ વર્ષીય વિનેશે એપણ કહ્યું કે રાજકારણમાં સામેલ થવાને કારણે તે હવે કુસ્તી ચાલુ રાખી શકશે નહીં, જ્યારે વિનેશ ફોગાટે કહ્યું, ‘મને ખબર નથી કે મને ત્યાં શું સમર્થન મળ્યું. પીટી ઉષા મેડમ મને હોસ્પિટલમાં મળ્યા. એક ફોટો ક્લિક કર્યો હતો. રાજકારણમાં બંધ દરવાજા પાછળ ઘણું બધું થાય છે. એ જ રીતે ત્યાં (પેરિસમાં) પણ રાજકારણ થયું. તેથી જ મારું હૃદય તૂટી ગયું. અન્યથા ઘણા લોકો કહેતા હોય છે કે ‘કુસ્તી ન છોડો’. મારે આ ચાલુ રાખવું જાેઈએ. વિનેશ ફોગાટે પીટી ઉષા વિશે આગળ વાત કરતા કહ્યું કે, ‘તમે હોસ્પિટલના પલંગ પર છો, જ્યાં તમને ખબર નથી કે જીવનમાં શું થઈ રહ્યું છે, તમે તમારા જીવનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો . તે જગ્યાએ ફક્ત બધાને બતાવવા માટે કે તમે મારી સાથે ઉભા છો, તમે મને કહ્યા વિના એક ચિત્ર ક્લિક કર્યું અને પછી તમે મારી સાથે ઉભા છો તેવું કહેવા માટે તેને સોશિયલ મીડિયા પર મૂક્યું. તમે આ રીતે સમર્થન નથી બતાવતા’ અયોગ્ય જાહેર થયા પછી, વિનેશ ફોગાટે તેને સિલ્વર મેડલ આપવા માટે સીએએસમાં અપીલ કરી હતી. જેને ફગાવી દેવામાં આવી હતી.
Loading ...