29, એપ્રીલ 2025
બોડેલી |
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
છોટાઉદેપુર વન વિભાગ દ્વારા ઉનાળા સીઝન દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. જુદા જુદા વિસ્તારમાં પાણીની કુંડી ભરી જંગલ વિસ્તાર માંજ પાણી મળી રહે તેના માટે પાણી ભરવામાં આવી રહ્યું છે. છોટાઉદેપુર રેન્જમાં એક નવતર પ્રયોગ ગઝલર સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ચોમાસાનું પાણી સંગ્રહ કરી ઉનાળામાં જયાં ટેન્કર પહોચી ના શકે એવા વિસ્તારમાં બનાવી પાણીનો ઉપયોગ ઉનાળામાં કરવામાં આવે છે. અને પીવા વન્ય પ્રાણીઓ આવે છે. તેને ખાતરી કરવા ટ્રેપ કેમેરા લગાવી અને ચકાસણી કરવામાં આવે છે. વન વિભાગ દ્વારા ગરમીમાં સતત પાણી ભરવામાં આવી રહ્યું છે. એમ છોટાઉદેપુર રેન્જના આરએફઓ નિરંજનભાઈ રાઠવાએ જણાવ્યું છે છોટાઉદેપુર વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ઉનાળા દરમિયાન વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.