29, એપ્રીલ 2025
શહેરા |
શહેરામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મસ્જીદની બહાર ભારતીય એકતા ઝીંદાબાદ,આતંકવાદ મુર્દાબાદ જેવા પ્લે કાર્ડ અને બેનરો સાથે એકત્ર થઈ આતંકવાદનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અને મૃતકો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સમગ્ર દેશભરમાં આતંકવાદ સામે રોષ જાેવા મળી રહ્યો છે,ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં પણ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો,શહેરામાં સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો,યુવાનો અને બાળકોએ બપોરની નમાઝ બાદ ભારતીય એકતા ઝીંદાબાદ,આતંકવાદ મુર્દાબાદ,આતંકવાદી કો ઘર મેં ઘુસ કર મારો જેવા વિવિધ બેનરો અને પ્લે કાર્ડ સાથે મસ્જીદની બહાર એકત્ર થઈ આંતકવાદનો વિરોધ નોંધાવ્યો હતો,સાથે જ હુમલો કરનારાઓને સખતમાં સખત સજા કરવામાં આવે અને ફરીવાર આવું કૃત્ય ન કરે તેવા પગલાં લેવાની માંગ કરાઈ હતી.આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી