27, એપ્રીલ 2025
સુરત મૂળ ઉત્તર પ્રદેશ ફતેપુર ના વતની અને હાલમાં પાંડેસરા વિસ્તારમાં આવેલી તુલસીધામ સોસાયટીમાં રહેતા રાતુશકુમાર યાદવ ધાગા કટીંગ નું કામ કરી પરિવારમાં પત્ની અને બે સંતાનનું ગુજરાન ચલાવે છે. રાતુશકુમાર ના બે સંતાન પૈકી ત્રણ વર્ષીય પુત્રી અંજલી ૧૨ એપ્રિલના રોજ બપોરે માતા સાથે ઘરે જમીને ઊભી થઈ હતી. એ વેળા માતા હાથ ધોવા માટે બાથરૂમ પાસે ગઈ હતી. તે દરમિયાન અંજલિ રમતા રમતા ઘરની ગેલેરીનાં પહેલા માળેથી નીચે પટકાઈ હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અંજલિનું શુક્રવારે બપોરે મોત નીપજ્યું હતું.આ અંગે વધુ તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.