28, એપ્રીલ 2025
અમદાવાદ સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરી લેતા પતિ સહિત ૫ લોકો વિરુદ્ધમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘરકામની નાની નાની બાબતોમાં સાસરિયા ત્રાસ આપતા પરિણીતાએ એક વીડિયો બનાવી સમાજના વોટ્સઅપ ગ્રુપમાં મોકલી આપીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતી પરિણીતાએ ૨૭મી એપ્રિલના દિવસે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જાન્યુઆરી ૨૦૨૨માં પરિણીતાના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ ખાડિયાના ભરત નામના યુવક સાથે થયા હતાં. બીજી તરફ તેના ભાઈના લગ્ન તેની નણંદ સાથે થયા હતાં. લગ્નના ત્રણેક માસ બાદ જ્યારે પરિણીતા પિયરમાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે તેનો પતિ અવાર નવાર કહે છે કે તું મને ગમતી નથી, પરંતુ મારા મા બાપના કહેવાથી મેં તારી સાથે લગ્ન કરેલ છે. આમ તે અવાર નવાર બોલાચાલી ઝઘડો કરે છે. જ્યારે તેના સાસુ, જેઠ, દિયર પણ ઘરની સાફ સફાઈ બાબતે જેમતેમ બોલીને મ્હેણાં ટોણા મારે છે.પરિણીતાના માતા તેને સમજાવીને સાસરીમાં મોકલી હતી. ધનતેરસના દિવસે તેના સાસરિયાએ તેની સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી કરી હતી. દિવાળીના દિવસે તેનો પતિ તેને પિયરમાં મૂકી ગયો હતો. બાદમાં સામાજિક રીતે સમાધાન કરીને પરિણીતાને સાસરીમાં મોકલી હતી. જાેકે બાદમાં સાસરિયા તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતાં. પરિણીતાએ તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે તેના ભાભી બે ચાર દિવસ પહેલા ઘરે આવ્યા હતાં અને કહ્યું હતું કે જાે તારે મારા ભાઈ સાથે છૂટાછેડા લેવા હોય તો એક બાળક જણી આપ પછી તને છૂટાછેડા મળશે.