પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં શહેરાના બજારો બંધ
29, એપ્રીલ 2025 શહેરા   |  


શહેરામાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના વિરોધમાં વેપારીઓ એ સ્વૈછિક ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. હિંદુ મુસ્લિમ વિસ્તારના નાના-મોટા ધંધો કરતા વેપારીઓએ દુકાનો બંધ રાખીને આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપવા સરકારને અપીલ કરી હતી.જ્યારે સર્વ સમાજ અને તાલુકા ભાજપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને આતંકવાદીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કરતા ૨૭ લોકોના મોત થયા હતા. આતંકવાદી હુમલાને લઈને ગુજરાતભરમાં ઠેર-ઠેર ઉગ્ર આક્રોશભર્યું વાતાવરણ જાેવા મળ્યું છે. જ્યારે પંચમહાલના શહેરામાં પણ આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને નગરના તમામ વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર મંગળવારના રોજ બંધ રાખ્યા હતા. નગરના અણિયાદ ચોકડી વિસ્તાર, પરવડી વિસ્તાર, સિંધી માર્કેટ,મેઇન બજાર , હુસેની ચોક , બસ સ્ટેશન વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં દુકાનો સજ્જડ બંધ જાેવા મળી રહી હતી. આ બનેલી દુ:ખદ ઘટનાને લઈને હિંદુ મુસ્લિમ વિસ્તારના તમામ વ્યાપારીઓએ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખીને સરકાર કડક પગલાં લઈ દેશમાં આતંક ફેલાવનારા તત્વો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી હતી. જાેકે આતંકવાદી હુમલાની ઘટનાને લઈને બજારો સંપૂર્ણ બંધ રહેતા લોકોની અવર-જવર ઓછી જાેવા મળી હતી,જ્યારે તાલુકા ભાજપ અને સર્વ સમાજ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ જેમાં આતંકવાદીઓ સામે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતા પાકિસ્તાનની સામે કાર્યવાહીની માંગ કરી હતી,મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત સૌ એ આતંકી હુમલાની ઘટનાને વખોડી કાઢી ને મૂર્તકો માટે બે મિનિટનુ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી.નગર વિસ્તારના સંપૂર્ણ બજારો બંધ રહેવા સાથે લોકોનો ભારે આક્રોશ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈને જાેવા મળી રહ્યો હતો. નગરના મહત્વના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution