29, એપ્રીલ 2025
બોડેલી |
કાશ્મીરના પહેલગામમાં આતંકી ઘટના બાદ પોલીસ વિભાગે લાલ આંખ કરી છે બોડેલી પોલીસ દ્વારા નગર સહીત સમગ્ર તાલુકામાં વસવાટ કરતા પરપ્રાંતિય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરી વેરિફિકેશન કરવામાં આવ્યા છે
કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટનામાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ ઘટના બાદ સરકાર સતત એક્શન મોડમાં જાેવા મળી રહી છે સાથે સાથે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે રાજ્યની પોલીસે લાલ આંખ કરી છે ત્યારે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રાંતિય પરિવારની પોલીસે તપાસ હાથ ધરી છે બોડેલી સહીત સમગ્ર તાલુકામાં રહેતા પરપ્રસંતીય લોકોને પોલીસ મથકે બોલાવી તેઓના જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવાની કામગીરી પોલીસે કરી છે આજે અંદાજે ૧૪ કેટલા પરપ્રસંતીય લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા છે બોડેલી પોલીસે સમગ્ર તાલુકામાં બાંગ્લાદેશી લોકો છે કે કેમ તે દિશામાં પણ સઘન તપાસ હાથ ધરી છે હાલ આ કામગીરી ચાલી રહી છે ત્યારે કોઈ શંકાસ્પદ અથવા ગેરકાયદેસર વ્યક્તિ સામે આવ્યું નથી, સાથે આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસની અન્ય એજન્સી પણ તપાસમાં જાેડાઈ તેવી વિગત સૂત્રો તરફથી મળી છે