/
જનતા પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાથી પરેશાન, અત્યાર સુધીમાં 8 રૂપિયાથી વધુ મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ

દિલ્હી-

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતોમાં તેજી જાેવા મળી રહી છે. આજે પણ હળવા વધારાના સંકેત જાેવા મળી રહ્યા છે. સ્થાનિક માર્કેટમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોની વાત કરીએ તો આજે અહીં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો. સરકારી ઓઇલ કંપનીઓએ ઈંધણન ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. બીજી તરફ, રવિવારે પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં ૨૫ પૈસા પ્રતિ લીટરનો વધારો થયો હતો. આ ભાવવધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૯૮.૫૨ રૂપિયા અને ડીઝલ ૮૮.૯૫ રૂપિયા પર પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, અનેક રાજ્યોમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરને પાર પહોંચી ગયું છે. જેમાં જૈસલમેર, શ્રીગંગાનગર, હૈદરાબાદ, લેહ, બંસવાડા, ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, ગુંટુર, કકિનાડા, ચિકમંગલુર, શિવમોગા, મુંબઈ, રત્નાગિરી અને ઔરંગાબાદ પણ સામેલ છે. ૪ મે બાદથી પેટ્રોલની કિંમતમાં સમયાંતરે તેજી જાેવા મળી રહી છે. છેલ્લા ૩૨ દિવસમાં જ પેટ્રોલ ૮.૧૪ રૂપિયા પ્રતિ લીટર મોંઘું થઈ ગયું છે. તો ડીઝલ ૮.૧૧ રૂપિયા પ્રતિ લીટર વધી ગયું છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution