/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

નીલ ભોજવાણીના અંતિમસંસ્કારમાં ભરૂચથી તેના ૩૦૦ મિત્રો વાહનોમાં વડોદરા આવ્યા

છેલ્લે અમારી સાથે જ ક્લાસ એટેન્ડ કર્યો હતો બે દિવસ પહેલા ઘરે જવાનો હતો, ત્યારે અમારી સાથે કલાસ એટેન્ડ કર્યો હતો. તે સમયે ક્યાં ખબર હતી કે, આ નિલ સાથેનો અતિંમ ક્લાસ હશે. તે અમારો ક્લાસ મોનીટર હતો. કોલેજના બધા છોકરા – છોકરીઓ સાથે સારુ બનતું હતું પછી તે સીનીયર કેમ ન હોય. તે ભણવામાં પણ ખુબ હોંશિયાર હતો. હવે અમને તેની ખુબ ખોટ અનુભવાશે.- પ્રિન્સી પટેલ, વિદ્ર્યાથિની, કચ્છ

વડોદરા, તા. ૧૮

વડોદરા-અમદાવાદ એકસપ્રેસ - વે ઉપર નડિયાદ નજીક ગત રોજ ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા. જે પૈકી બે મુસાફરો વડોદરાના હોવાની ઓળખ ગઇકાલે થઇ હતી. જ્યારે એક વ્યક્તિની ઓળખ કાલે થઇ શકી ન હતી. જે આજે થતાં તે વ્યક્તિ પણ વડોદરાના ગાજરાવાડી વિસ્તારના એક વેપારી હોવાનું સામે આવ્યું હતું. જે પૈકી નીલ ભોજવાણીના મૃતદેહને વડોદરા લાવ્યા બાદ આજે ખાસવાડી સ્મશાનમાં તેના અંતિમ સંસ્કાર કરાયા હતાં. ત્યારે નીલને અંતિમ વિદાય આપવા તેની સાથે ભરૂચની કિરણ સી પટેલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા સાથીઓ તેમજ તેના સિનિયર મળી હોસ્ટેલના ૩૦૦ જેટલા વિદ્યાર્થી ૩ લકઝરી બસ તેમજ ખાનગી વાહનમાં વડોદરા આવ્યા હતાં.

ગેરકાયદે શટલિયાઓ વિરુદ્ધ સરકારમાં રજૂઆત કરીશું

વડોદરાનો નીલ ભોજવાણીને ૬ મહિના પહેલા જ ભરૂચની કે. સી પટેલ કોલેજમાં મેડીકલમાં પ્રવેશ મળ્યો હતો. તે કોલેજમાં સિનિયર - જૂનિયર, ટીચર સાથે મળીને રહેતો હતો. તે ભણવામાં પણ ખુબ હોંેશિયાર હતો, પરંતુ જે રીતે તેનું અક્સ્માતમાં મોત થયું છે તે ખુબ દુઃખદ છે. ત્યારે સાથી વિદ્યાર્થીઓનું કહેવું છે કે, વડોદરા અમદાવાદ વચ્ચે ચાલતી ગેરકાયદે ખાનગી વાહન સામે પોલીસે કાર્યવાહી કરવી જાેઇએ અને સરકારે પણ આ વાતનું ધ્યાન રાખવું જાેઇએ. જરૂર પડશે તો અમે આ ગેરકાયેદ ચાલતા વાહન સામે સરકારેને રજૂઆત પણ કરીશું.

પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા-ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે મિત્રતા હતી ઃ ડીન

નિલ ભોજવાણી પ્રથમ વર્ષ ૨૦૨૩-૨૦૨૪નો વિદ્યાર્થી હતો. જે ખુબજ હોશીયાર અને બાહોશો વિદ્યાર્થી હતો. તે કલાસમાં ક્લાસ મોનીટર પણ હતો. તે એક દિવસ પહેલા જ અમદાવાદ ખાતે આઇપીએલની મેચ જાેવાનીકળ્યો હતો. મેં આ પહેલો એવો વિદ્યાર્થી જોયો કે જે પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવા છતાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે ઘરોબો ધરાવતો હતો. એટલું જ નહીં બધાની સાથે તે પ્રેમ અને મળતાવળો રહેતો હતો. કોલેજમાં તેની હાજરી પણ ૯૦ ટકા રહેતી તેમજ તેના માર્કસ પણ ૮૦થી ૯૦ ટકા આવતા હતા. નિલ કોલેજનો એક આઇડલ વિદ્યાર્થી હતો. તેના મૃત્યુના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું છે. - ડો. જયરામ પટેલ, ડીન, કિરણ સી પટેલ મેડિકલ કોલેજ, ભરૂચ

સાચું નથી લાગતંુ કે હવે નીલ નથી

અમને સાચું નથી લાગતું કે નીલ હવે અમારી સાથે નથી રહ્યો. તેણે બે દિવસ પહેલા જ એક ફ્રેન્ડશીપનો વિડીયો મોકલ્યો હતો અને કહ્યું હતું કે, બહુ જ દિવસ થયા આપણે મળ્યા નથી. અમે મળવાના જ હતા પણ તેની ટ્રેન મિસ થઇ જતાં અમે મળી શક્યા નહીં. હવે જીંદગી ભર મને તેને નહીં મળી શકવાનો અફસોસ રહેશે. યશોદીપ પાટીલ, વિદ્યાર્થી, ભરૂચ

નીલ ટોપટેનમાં હતો

કોલેજમાં તે ભણવામાં ખુબ હોંશિયાર તો હતો જ અને તાજેતરમાં લેવાયેલી કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં તેને સારા માર્કસ મેળવ્યા હતા. કોલજેમાંથી તે ટોપ ટેન આવતા ખુબ જ ખુબ હતો. પણ તેને પણ કયાં ખબર હતી કે મેચ જોવા તે વડોદરા આવશે

પછી ક્યારેય તે પરીક્ષા જ નહીં આપી શકે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution