નારિયેળ તેલનો ઉપયોગ સદીઓથી બ્યૂટી ટ્રીટમેન્ટ સહિત અનેક પ્રકારની સમસ્યામાં કરવામાં આવી રહ્યો છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ, હેલ્ધી ફેટ્સ સ્કિન અને વાળ બંને માટે વરદાન સમાન છે. આ સિવાય તે બેસ્ટ મેકઅપ રિમૂવરનું પણ કામ કરે છે અને સ્કિનને મોઈશ્ચરાઈઝ પણ કરે છે. તો ચાલો જાણીએ નારિયેળ તેલના બેસ્ટ ફાયદા અને ઉપયોગ જણાવીશું.
વાળ માટે:
શિયાળામાં વાળ ડ્રાય અને બેજામન લાદે તો 50 મિલી. નારિયેળ તેલમાં 2 ચમચી મેથી દાણા અને 2 ચમચી ડ્રાય લીમડાના પાન નાખીને 10 મિનિટ ગરમ કરો. પછી તેને ગાળીને આ તેલ રોજ સ્કેલ્પમાં લગાવો.
બોડી સ્ક્રબ:
અડધો કપ નારિયેળ તેલમાં 3 ચમચી ખાંડ મિક્સ કરી લો. પછી તેનાથી આખા શરીર પર સ્ક્રબ કરો. આનાથી ડેડ સ્કિન દૂર થશે અને બોડીની સ્કિન મુલાયમ અને શાઈની દેખાશે.
ડ્રાય સ્કિન અને ફાટેલી એડીઓ માટે:
જો તમારી સ્કિન બહુ ડ્રાય અને એડીઓ ખરાબ થઈ ગઈ હોય તો 2 ચમચી નારિયેળ તેલ લઈ તેમાં 2 ચમચી ગુલાબજળ અને 2 ચમચી ગ્લિસરીન મિક્સ કરીને રોજ સ્કિન અને એડી પર લગાવો.
સ્ટ્રેચ માર્ક્સ માટે:
રોજ નારિયેળ તેલને નવશેકું ગરમ કરીને સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યાએ લગાવો. આવું નિયમિત કરવાથી માર્ક્સ દૂર થવા લાગશે.
પગ માટે બેસ્ટ સ્ક્રબ:
2 ચમચી નારિયેળ તેલમાં 1 ચમચી સિંધાલૂણ મીઠું મિક્સ કરીને પગ પર સ્ક્રબ કરો. આ બેસ્ટ એક્સફોલિએટરનું કામ કરશે. તેનાથી પગની સુંદરતા પણ વધશે.
Loading ...