ચૈત્ર આકરા પાણીએ ઃ વૃદ્ધા અને મહિલા બેભાન થયાં!

વડોદરા, તા.૧૨

વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આકરી ગરમીના કારણે ડી હાઇડ્રેશન, હાઇગ્રેડ ફીવર, ચક્કર આવવા, માથું દુઃખવું તથા ઉલટી સહિતના બનાવોમાં અનેક ગણો વધારો નોંધાયો છે. ત્યારે આજે વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સુરતની એક વૃદ્ધા, શહેરના ફૂટપાથ રહેતી મહિલા અને તેના બાળક મળી કુલ ત્રણ વ્યક્તિ બેભાન થઇ જવાની ઘટના બની હતી.

વડોદરા શહેર જિલ્લામાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે ગરમીમાં વધુ સમય માટે ખુલ્લા આકાશ નીચે રહેતા અથવા ફૂટપાથ કે ઝૂંપડામાં રહેતા લોકો પર તેની ગંભીર અસરો જાેવા મળી રહી છે. એટલું જ નહીં સન સ્ટોકની અસર સાથે હોસ્પિટલમાં જતા શહેરીજનોની સંખ્યા પણ વધી રહી છે, જેમાં આજરોજ સુરતના અમરોલીયા વાસમાં રહેતા ૫૨ વર્ષીય કૌશલ્યાબહેન શેરારામ તિવારી તેમના પતિ સાથે વડોદરા નજીક પાવાગઢ ખાતે દર્શને આવ્યા હતા. ચૈત્રી નવરાત્રી ચાલતી હોવાથી તેઓ બે દિવસ પાવાગઢ ખાતે જ રોકાયા હતા. દરમિયાન અસહ્ય ગરમીના કારણે કૌશલ્યાબહેન હાઇગ્રેડ ફીવરનો ભોગ બન્યા હતા. જેથી તેમના પતિ સારવાર અર્થે તેમને સયાજી હોસ્પિટલ લાવ્યા હતા. જ્યાં ગરમીના કારણે કૌશલ્યાબહેનને એનસીઓટીના મેઈન ગેટ પાસે ફરી એક વખત ચક્કર આવ્યા હતા. ચક્કર આવવાના કારણે તેઓ અર્ધ બેભાન જેવી હાલતમાં ઢળી પડ્યા હતા. જેથી આસપાસના લોકો તાત્કાલિક તેમની મળને દોડી આવ્યા હતા. મદદ માટે આવેલા વ્યક્તિઓ દ્વારા ઘટનાની જાણ ડોક્ટરને કરવામાં આવી હતી. જેથી તબીબો દ્વારા તાત્કાલિક તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી.

આવી જ બીજી એક ઘટનામાં જેલ રોડ તરફ આવેલા સયાજી હોસ્પિટલના ગેટ નંબર ત્રણ ઉપર ફૂટપાથ પર રહી જીવન નિર્વાહ કરતા પરિવારની મહિલા

અને તેના માત્ર છ માસના બાળકને પણ અસહ્ય ગરમીની અસર થઇ હતી. મહિલા તેના બાળકને લઈને ફૂટપાથ ઉપર બેઠી હતી ત્યારે મહિલાના ખોળામાં તેના છ માસનું બાળક રમી રહ્યું હતું. તેજ સમયે અસહ્ય ગરમીના કારણે મહિલા અચાનક જ બેભાન બની રોડ ઉપર ઢળી પડી હતી. જેથી મહિલાને જાેઈ આસપાસના લોકો તેની મદદે દોડી આવ્યા હતા. મહિલાના ખોળામાં રમતું બાળક ગરમ રોડ ઉપર બિનવારસી જેવી હાલતમાં પડ્યું હતું. જેથી આ સમગ્ર બનાવની‌ જાણ તરસાલી ખાતે રહેતા જીગ્નેશ રાજપુત નામનાં યુવાને ૧૦૮ એમ્બ્યુલન્સને કરી હતી.

ઘટનાનો કોલ મળતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી બેભાન મહિલાને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યારે તેના છ માસના બાળક અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની શી ટીમ બાળકને પણ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઇ આવી હતી. જાેકે બાળકની માતા બેભાન હાલતમાં હોવાથી છ માસના બાળકને સાચવવાનો જટિલ પ્રશ્ન ઉભો થયો હતો. હાલના તબક્કે સયાજી હોસ્પિટલની સામે ખાણીપીણી લારી ચલાવતા અને હોસ્પિટલમાં ફરજ બજાવી ચૂકેલા પૂર્વભાઈ રાજપૂત બાળકની સારસંભાળ લઇ રહ્યા છે.

હવામાનની આગાહી ઃ આગામી સપ્તાહમાં પારો હજુ વધશે

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેથી આગામી ૪૮ કલાક માટે મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્યથી હળવા વરસાદની શક્યતા છે. જેથી આગામી બે ત્રણ દિવસ દરમિયાન ગરમીનો ઓછો અહેસાસ થાય એવી શક્યતા છે, પરંતુ આગામી સપ્તાહથી મહત્તમ તાપમાનનો પારો બેથી ચાર ડિગ્રી વધે એવી શક્યતા છે. ત્યારે ફરી એકવાર આકરી ગરમીનો માર સહન કરવો પડે તેવી શક્યતા છે.જાેકે, આજે પણ દિવસ દરમિયાન આંશિક વાદળિયા માહોલ વચ્ચે બફારો અનુભવાયો હતો.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે મહત્તમ તાપમાન ૩૭.૪ ડિગ્રી સેન્ટીગ્રેડ અને લઘુત્તમ તાપમાન ૨૫.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતંુ. સવારે હવામાં ભેજનુ પ્રમાણ ૫૦ ટકા જે સાંજે ૨૪ ટકા અને હવામાં ભેજનુ પ્રમાણ ૧૦૦૫.૯ મિલિબાર્સ અને દક્ષિણ પશ્ચિમ તરફ ફૂંકાયેલા પવનની સરેરાશ ગતી પ્રતિ કલાકના ૮ કિ.મી. નોંધાઈ હતી.

સનસ્ટ્રોકનાં લક્ષણો અને તેનાથી બચવાનાં ઉપાયો

હાલ શહેર જિલ્લામાં આકરા ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યારે ગરમીમાં ફરતાં અને વધુ સમય સુધી બહાર રહેતા વ્યક્તિઓને સનસ્ટ્રોકની અસર થવાની શક્યતા વધુ રહે છે. સનસ્ટ્રોકના લક્ષણો અંગે કારેલીબાગની આઈડી હોસ્પિટલના તબીબી અધિકારી ડૉ. પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, હાઇગ્રેડ ફીવર, શરીરનું તાપમાન વધવું, ચામડી સુકાઈ જવી, પેશાબ ઓછો આવવો, ઉલટી તથા ચક્કર આવવા, માથામાં દુખવું, બીપી લો થવું, ચક્કર આવવા, ડિહાઇડ્રેશન વગેરે લક્ષણો સનસ્ટ્રોકના છે. તેનાથી બચવા માટે ગરમીમાં લાંબા સુધી બહાર રહેવું નહીં, ખુલ્લા માથે તાપમાં ફરવું નહીં, ખાંડ તથા મીઠા વાળું પાણી કે શરબત થોડી થોડી વારે પીવું, મોઢાને ઠંડક માટે પાણીથી વારંવાર છાલકો મારવી, માથા ઉપર ટોપી અને ગોગલ્સ પહેરવા જાેઈએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution