અમદાવાદ, શહેર પોલીસની એક સારી કામગીરી સામે આવી છે. સામાન્ય રીતે લોકો પોલીસથી ડરી જતા હોય છે પરંતુ અમદાવાદમાં એક એવી ઘટના બની છે. જેનાથી લોકો પોલીસને તેમના મિત્ર માને. શહેરનાં ફલાવર ગાર્ડન પાછળ આવેલા રિવરફ્રન્ટ પરથી એક યુવકે નદીમાં ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ જાેતા જ હાજર પોલીસકર્મીની નજર પડતા જ તેઓ બચાવવા તો દોડ્યા. પણ તે પોલીસને તરતા ન આવડતા તેઓ ચિંતિત થયા હતા. તેઓ જ્યાં સુધી પાણીમાં રહી શકે ત્યાં સુધી પાણી સુધી રિવરફ્રન્ટની બેઠક પરથી અડધા હવામાં અને પાણીમાં લટકી યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો.

પરંતુ યુવક હાથમાં ન આવતા બૂમો પાડી આસપાસના લોકોને ભેગા કરીને એક યુવતી પાસેથી દુપટ્ટો લઇને ડૂબતા યુવાનને બચાવ્યો હતો. આ ઘટના બાદ રિવરફ્રન્ટ પર હાજર લોકોએ પોલીસની આ કામગીરી બચાવી હતી. જાેધપુર ગામમાં રહેતો એક ૩૫ વર્ષીય યુવક રિવરફ્રન્ટ પર પહોંચ્યો હતો. ત્યાં ચાલતા ચાલતા તે અચાનક જ નદીમાં કુદ્યો હતો. ત્યાંથી હોકબાઈક પર પેટ્રોલિંગ કરતા લોકરક્ષક યોગેશકુમાર અરવિંદભાઈની નજર પડી હતી. તેઓ તાત્કાલિક બાઇક પરથી નીચે ઉતરી રિવરફ્રન્ટ પરની બેઠક પાસે આ યુવકને બચાવવા જતા હતા. યુવક નદીમાં તરફડીયા મારતો હતો પણ યુવકને કેવી રીતે બચાવવો તે આ પોલીસકર્મી યોગેશકુમારને સમજાતુ ન હતું. કારણકે તેઓને પણ તરતા આવડતું ન હતું.

બાદમાં તેઓએ કેડા પકડી થોડા નદી તરફ ઝૂક્યા હતા પણ યુવક પાણીમાં થોડો આગળ નીકળતો હતો. તેટલામાં જ ત્યાં લોકો હાજર હોવાથી પોલીસકર્મી યોગેશકુમારે લોકોને બૂમો પાડી ભેગા કર્યા અને ત્યાં હાજર એક મહિલાનો દુપટ્ટો માંગી તેની મદદથી આ યુવકને બચાવ્યો હતો. યુવકને દુપટ્ટાનો છેડો આપી તેને ખેંચી લીધો અને બાદમાં લોકોની મદદથી તેને બહાર કાઢ્યો હતો.