ભારત પર સાયબર હુમલાનો ડર : વિદેશી રોકાણકારોને મુશ્કેલી 
08, મે 2025 મુંબઈ   |  

પાકિસ્તાન દ્વારા ભારત પર થઈ રહેલા સાયબર હુમલા બાદ નિર્ણય
વિદેશી રોકાણકારો માટે NSE અને BSE વેબસાઇટ્સય અસ્થાપયી રૂપે બંધ
ભારતીય શેરબજારોના કામકાજ પર કોઈ અસર નહીં : સાવચેતીના પગલાં લેવાયા
સાયબર હુમલાના ભયને ધ્યાજનમાં રાખીને નેશનલ સ્ટોસક એક્સલચેન્જય (NSE) અને BSE લિમિટેડે વિદેશી વપરાશકર્તાઓ માટે તેમની વેબસાઇટ્સએને અસ્થાજયી રૂપે બ્લોSક કરી દીધી છે. આ બાબતથી વાકેફ ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે, આનાથી વિદેશી રોકાણકારોની ભારતીય બજારોમાં વેપાર કરવાની ક્ષમતા પર કોઈ અસર થશે નહીં.
મંગળવારે એક્સ્ચેન્જની સંયુક્ત બેઠક મળી હતી. જે બાદ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠકમાં ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને દરિમયાન પાકિસ્તાની હેકર્સ દ્વારા થઈ રહેલા સાયબર હુમલાની પણ ચર્ચા પણ કરાઇ હતી. જેના પગલે એક્સ્ચેન્જ પર પણ સાયબર જોખમની ચર્ચા થઈ હતી.
જોકે, આ બાબતો ગુપ્ત રાખવાની હોવાથી તે બાબતે કોઈ માહિતી જાહેર કરાઇ ન હતી. બીજી તરફ બીએસઈના પ્રવક્તાએ સાયબર ધમકીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો પરંતુ તેમણે જણાવ્યું ન હતું કે શું એક્સ્ચેન્જને તાજેતરમાં આવી કોઈ કટોકટીનો સામનો કર્યો છે.
ભારત અને પાકિસ્તાસન વચ્ચે વધતા જતા સંઘર્ષની પળષ્ઠભૂમિમાં બંને મુખ્યજ એક્સ્ચેન્જએ આ પગલું ભર્યું છે. જોકે સૂત્રોએ એ જણાવ્યું ન હતું કે, તાજેતરમાં લેવાયેલા નિર્ણયનો સાયબર ખતરા સાથે કોઈ સીધો સંબંધ છે કે નહીં. અન્યએ એક સૂત્રએ જણાવ્યું હતું કે, સમગ્ર પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી એક્સ્ચેન્જ દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. પરંતુ તેની ભારતીય બજારો પર કોઈ અસર પહોંચી નથી.
એક ઇમેઇલમાં જણાવાયું છે કે, BSEના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, BSE એક મહત્વેપૂર્ણ બજાર સંસ્થા હોવાને કારણે કોઈપણ સંભવિત સાયબર ખતરાને રોકવા માટે સ્થાનિક અને આંતરસ્ત્રીય આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર સતત નજર રાખે છે. સાયબર ટ્રાફિકના આવા દેખરેખના આધારે, વેબસાઇટ અથવા સ્થાખનોને સાવચેતી અને રક્ષણાત્મેક પગલા તરીકે અવરોધિત કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, રોકાણકારોને કેસ-બાય-કેસના આધારે વેબસાઇટની એક્સેસ આપવામાં આવી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution