જો તમે નજીકના સમયમાં જ લગ્ન કરવા જઈ રહ્યા છો તો તમે વ્યસ્ત હોવ તે શક્ય છે. આ સમયે તમારા કામનું લિસ્ટ લાંબુ હોય તો શક્ય છે તમે તમારી મેકઅપ કિટ અપડેટ ન કરી હોય. આ સમયે તમે મેકઅપ આર્ટિસ્ટ બોલાવી રહ્યા છો તો પણ મેકઅપ કિટ તમારી જ રાખો. આ કિટ તમે લગ્ન બાદના ગાળામાં પણ યૂઝ કરી શકો છો. તો ચેકલિસ્ટની મદદથી જાણી લો તમારી મેકઅપ કિટમાં આ ચીજો સામેલ છે કે નહીં.

ફાઉન્ડેશન:

લગ્નના દરેક પ્રસંગમાં સુંદર દેખાવવું જરૂરી હોય છે. જો એક લાઈટવેટ ફાઉન્ડેશન તમારી કિટની પ્રાથમિક જરૂરિયાત બને છે.એવામાં કિટમાં મૂસ ફાઉન્ડેશન રાખો. જે સરળતાથી બ્લેન્ડ થઈ જાય છે અને તમારો મેકઅપને માટે એક પરફેક્ટ બેઝ તૈયાર થાય છે.

કંસીલર:

તમારી આંખોના ડાર્ક સર્કલ્સને છૂપાવવા માટે કંસીલર તમારી મદદ કરશે. તે એક સાચા સાથી તરીકેનું કામ કરે છે. જો તમે તેનો ઉપયોગ રાહત અપાવશે. તે તમારી બ્યુટી સ્લીપની ચાડી ખાશે નહીં.

બ્લશ:

શરમાતી દુલ્હનની બ્યુટી કિટમાં બ્લશ તો હોવું જરૂરી છે. ખાસ કરીને લગ્નના દિવસે ગાલ પર ગુલાબી કલરનું બ્લશ લગાવીને પોતાના લૂકને સુંદર બનાવો.

હાઈલાઈટર:

સીધી રીતે કહીએ તો તમારા વિવાહનો પ્રસંગ છે. જયારે તમે પોતે સુંદર દેખાઓ તે જરૂરી છે. તે તમને ચમક આપવાનું કામ કરે છે. જે લાઈટ સ્વાઈપનું કામ કરે છે.

જેલ લાઈનર:

અલગ અલગ પ્રકારના મેકઅપ પ્રોડક્ટ્સને બદલે બહુઉપયોગી એટલે કે મલ્ટિપર્પઝ જેલ લાઈનર ખરીદો. તે કાજલ અને લાઈનર બંનેનું કામ કરે છે. તે તમને સ્મોકી આઈઝ અને સોફ્ટ વિંગ્સ બંને આપે છે. તમે તેને કોઈ પણ રીતે યૂઝ કરી શકો છો.

આઈશેડો પૈલેટ:

લગ્નના અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ મેકઅપ લુક્સ જરૂરી બને છે. ઓલ ઈન વન આઈશેડો પૈલેટ તમારી મદદ કરશે. જેમાં ડ્રીમી પેસ્ટલ્સની સાથે ન્યૂડ્સ અને ડાર્ક કલર્સ પણ હોય.

મસ્કરા:

તમે આઈલેશિશ લગાવી હોય કે નહીં પરંતુ મસ્કરા તમારી મેકઅપ કિટમાં હોવી જોઈશે. તેનાથી તમારી પાંપણ સુંદર લાગે છે. યાદ રહે તે મસ્કરા વોટરપ્રૂફ હોય. જેથી વિવાહના પ્રસંગોમાં તે ફેલાય નહીં.

લિપ લાઈનર:

લિપ લાઈનરનો ઉપયોગ ન કરવાનું જરાય વિચારશો નહીં. તે લિપસ્ટિકને ફેલાવવાથી રોકે છે અને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. લાંબા સમય સુધી ટકનારી ફોર્મ્યુલાનું લિપ લાઈનર શોધો. તે તમારા હોઠની સુંદરતા વધારી દેશે.

લિપસ્ટિક:

બ્રાઈડલની મેકઅપ કિટમાં લિપસ્ટિક તો હોવી જ જોઈએ. એવી લિપસ્ટિક ખરીદો જે લાંબા સમય સુધી ટકી રહે અને સાથે ફેલાય નહીં. મેટ ફિનિશની લિપસ્ટિક તમારા માટે સારી રહેશે. તેનો ઘેરો રંગ દેખાશે અને તમારા પિક્ચર પરફેક્ટ હોઠ તમને પણ ખુશ કરશે.

સેટિંગ પાઉડર:

સેટિંગ કે કોમ્પેક્ટ પાઉડર તમારા મેકઅપને સેટ કરશે. તમારા લુકને મેટીફાઈ કરશે અને સાથે નક્કી કરશે કે તમારા ચહેરાના એકસમાન ફિનિશ મળે. કોમ્પેક્ટ પાઉડરને તમારી પાસે એ રીતે રાખો કે તમારી લાંબા પ્રસંગોની વચ્ચે તમને ટચઅપ માટે યૂઝ કરી શકો.