અત્યારે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો. જી હાં, અત્યારે તમે ઘરની બહાર નથી નીકળતા જેથી તડકો, પ્રદૂષણ, મેકઅપ વગેરેથી તમારી સ્કિન દૂર રહે છે. જેથી આવામાં ઘરેલૂ ઉપાયથી જ સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ અને ગોરી રાખી શકાય છે. આજે અમે તમને લીંબુ અને મધનો બેસ્ટ ઉપાય જણાવીશું.

સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા માટે લીંબુ અને મધ એક બેસ્ટ નેચરલ નુસખો છે. આ બંનેના મિશ્રણથી બનેલા ફેસપેકનો ઉપયોગ રેગ્યુલર કરવાથી સ્કિનને ઘણાં બધાં લાભ મળે છએ. તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેના કારણે સ્કિન પરથી ટેનિંગ દૂર થાય છે અને કરચલીઓ પણ ઓછી થવા લાગે છે. સાથે જ આ બંનેનું મિશ્રણ સ્કિનને ગોરી કરવામાં પણ મદદ કરે છે.  

આ રીતે બનાવો ફેસપેક 

મધ અને લીંબુના મિશ્રણમાં સ્કિનને મોઈશ્ચરાઈઝ કરવા સહિત ગ્લોઈંગ બનાવવાના પણ ગુણ છે. તેની મદદથી તમે ઘરે જ ફેસપેક બનાવીને ઉપયોગ કરી શકો છો. તેના માટે 1 ચમચી મધમાં લીંબુના રસના 4-5 ટીપાં મિક્સ કરવા. પેક બનાવવા માટે તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ પેકને ચહેરા પર લગાવી 15 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો. થોડાં જ દિવસોમાં તમને સ્કિન પર અસર દેખાવા લાગશે. આ ઉપાય સપ્તાહમાં બેવાર કરવો.

ફાયદા :

 આ ઉપાયથી સ્કિનમાં નેચરલ ગ્લો આવશે.

 આ એક બેસ્ટ નેચરલ મોઈશ્ચરાઈઝર તરીકે પણ કામ આવશે.

 આનાથી સ્કિનનું ખોવાયેલું મોઈશ્ચર પાછું આવે છે.

 આને લગાવવાથી સ્કિન અંદરથી ક્લિન થાય છે.

આ સ્કિનની બ્રાઈટનેસ વધારી રંગ એકદમ ગોરો કરવામાં મદદ કરે છે.