/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ગોધરાના જીતપુરાનો પરિવાર પીંખાયો : બે દીકરીઓ નોંધારી બની

ગોધરા.તા.૧૮

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ-વે ઉપર પાકિર્ંગ લેનમાં ઉભેલા ટ્રેલર પાછળ ૧૨૦ કિ.મીની ઝડપે આવતી કાર અથડાઇ હતી. આ અકસ્માતમાં ૧૦ વ્યક્તિના મોત થયા હતા, જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા એક જ પરિવારના ત્રણ સભ્યોનો પણ સમાવેશ થાય છે. સામાજિક પ્રસંગમાં હાજરી આપી પોતાના સંબંધીને ત્યાં હાલોલથી અમદાવાદ જતાં સમયે ડ્રાઇવરની ભૂલના પગલે મોતને ભેટ્‌યા હતા. અકસ્માતમાં માતા, પુત્ર સહિત પિતાનું ઘટના સ્થળે કરુણ મોત થતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. ગઇકાલે વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ- વે- ઉપર ટ્રેલર પાછળ કાર ઘુસી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૧૦ વ્યક્તિના મોત નિપજ્યાં હતા. જેમાં મૂળ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના જીતપુરા ગામના વતની અને છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયેલા એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ગોજારી ઘટનામાં માતા-પિતા અને પુત્રના મોત થતા બે દિકરીઓએ ભાઇ તેમજ માતા-પિતા ગુમાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પોતાના પત્ની અને ત્રણ બાળકો સાથે છેલ્લા બે દાયકાથી વાપી સ્થાયી થયા હતા. જ્યાં અમિત સોલંકી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા પોતાના ગામમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા અમિતભાઇ પત્ની, બે દીકરીઓ અને દીકરા સાથે હાલોલ આવ્યા હતા. જ્યાંથી અમિતભાઈ પોતાની બહેનની તબિયત જાેવા માટે પત્ની ઉષાબેન અને દીકરા દક્ષ સાથે એક ખાનગી કારમાં અમદાવાદ જવાં નીકળ્યા હતા. તે સમયે અકસ્માતનો ભોગ બન્યા અને પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution