શિયાળાની સીઝનમાં વાળમાં ખોડો થવો, વાળ ખરવા વગેરે જેવી સમસ્યા થયા કરે છે. આ સમસ્યામાં રાહત મેળવવા માટે લોકો બજારમાં મળતાં વિવિધ પ્રકારના તેલ વાળમાં લગાવે છે. પણ ઘરે તૈયાર કરેલું આમળાનું તેલ વાળમાં લગાવવા જેવું છે. આમળાનું તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. આમળા ખાવાની સાથે સાથે બોડી પર લગાવવાથી ફાયદો આપે છે. એમાં રહેલ કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, મેગ્નેશિયમ, આયરન, વિટામીન સી વગેરે તમારી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને એમાં મળી આવતા એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે. ચહેરા પર થતા પિંપલ્સથી લઇને રિંકલ્સ સુધી આમળાનો ઉપયોગ ખૂબ જ ફાયદો આપે છે.  

સ્કીન માટે આમળાનો રસ ફાયદાકારક :

આમળાનો રસ સ્કીન પર લગાવવાથી તમને ખૂબ જ ફાયદો મળે છે. આ તમારી ડેડ સ્કીન સેલ્સને સાફ કરીને નવી સ્કીન લાવવામાં મદદ કરે છે. આમળાનો ઉપયોગ ચહેરા પર કરવા માટે સૌથી પહેલા એક વાટકીમાં 2 ટેબલસ્પૂન આમળાનો રસ અને એલોવેરા જેલ લઇ લો. બંનેને યોગ્ય રીતે મિક્સ કરો. તૈયાર પેસ્ટને ચહેરા અને ગરદન પર 15-20 મીનિટ સુધી લગાવો. લગાવ્યા બાદ નવશેકા પાણીથી ચહેરાને ધોઇ નાંખો.

વાળ માટે છે ઉપયોગી :

વાળમાં આમળાનો રસ લગાવવાથી એને પોષણ મળે છે, જેનાથી તમારા વાળ નેચરલ રીતે મજબૂત થાય છે. મજબૂતીની સાથે સાથે આ વાળને ખોડો, ખણ, ઉંમર પહેલા સફેદી જેવી પરેશાનીઓથી બચાવીને રાખે છે. વાળ માટે આમળાનો પેક બનાવવા માટે એક બાઉલમાં 2 ટેબલસ્પૂન શિકાકાઇ, 1 ચમચી અરીઠા, 1 ચમચી એલોવેરા જેલ અને મુલ્તાની માટી નાંખો. હવે એમાં થોડો આમળાનો રસ નાંખીને સ્મૂધ પેસ્ટ બનાવી લો. તૈયાર હેર માસ્કને સ્કાલ્પથી સતત એક કલાક માટે મૂકી રાખો. આ પેક વાળને સિલ્કી, સૉફ્ટ કરવાની સાથે સાથે કાળા અને ગાઢ કરવામાં મદદ કરશે.