વડોદરા : મોકડ્રીલના માધ્યમથી સરકારી એજન્સીઓ અને ઔદ્યોગિક એકમોની સેફ્ટી વિભાગની સજગતા, સક્રિયતા અને બચાવ કામગીરીનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. આવું જ પરીક્ષણ વડોદરાના નંદેસરી ખાતેની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ડસ્ટ્રી લિ.માં કરવામાં આવ્યું હતુ. ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેજ થવાની ઘટનામાં ફાયર, આરોગ્ય, પોલીસ, સહિતની સરકારી એજન્સીઓના ત્વરિત રિસસ્પોન્સથી સફળતાપૂર્વક મોકડ્રીલ પાર પાડવામાં આવી હતી. આ મોકડ્રીલમાં ટેન્કરમાંથી ગેસ લિકેજ થવાની ઘટનામાં માત્ર ૧૫ મિનિટમાં સફળતાપૂર્વક કાબૂ મેળવી લેવામા આવ્યો હતો. આ એક્સરસાઈઝમાં બે લોકોને ગેસ ગળતર થવાથી ત્વરિત સારવાર અર્થે ખસેડી, તેમનો બચાવ કરવામાં હતો. સમગ્ર પરિસ્થિતિ નિયંત્રણમાં આવી જતાં ઓલ ક્લીયરનું સિગ્નલ આપવામાં આવ્યું હતુ. લોકોના બચાવ માટે પીપીઈ શુટ, બ્રીથ્રીંગ એપ્રેટર્સ સહિતના અદ્યતન સાધનોથી સજજ મેડીકલ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી. ઉપરાંત ગેસનો વાતાવરણમાં ફેલાવ અટકાવવા માટે, વોટર કર્ટેન્સ, ફાયર ટેન્ડર દ્વારા સાધનો ઉપયોગ કરવામા આવ્યો હતો. માનવ જીવ માટે જોખમી એવા પ્રોપેલીન ગેસના લિકેજથી નજીકમાં આવેલ પ્રેટ્રોલપંપ અને જાહેર માર્ગ પરના સાધનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. પ્રાંત અધિકારી રાજેશ ઠુંમરે જણાવ્યુ કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં ટેન્કરમાંથી પ્રોપેલીન ગેસ લિકેઝ થવાની મોકડ્રીલમાં ફાયર, પોલીસ, જીપીસીબી સહિતની સરકારી એજન્સીઓએ અસરકારક રીતે રિસ્પોન્ડ કરી અને ગેસ પ્રસરાવની ઘટના ઉપર ટૂંકા સમયમાં કાબૂ મેળવી, સફળતાપૂર્વક મોકડ્રીલ યોજવામાં આવી હતી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, વડોદરાના મદદનીશ નિયામક એચ.પી. પરમારે જણાવ્યુ કે, રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઔદ્યોગિક અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે તા.૧૭ ઓગષ્ટથી તા.૧૫ સપ્ટેમ્બર સુધી સલામતી માસ તરીકે ઉજવવામા આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી.