02, માર્ચ 2021
વલસાડ, પશ્ચિમ રેલવેએ કોરોના મહામારીમાં ટ્રેન બંધ રાખી શિડયુઅલ ટ્રેનનો પ્રથમ ક્રમાંક ૧-૫ ના બદલે શૂન્ય કરી નાખી તેને સ્પેશિયલ તરીકે દોડાવી ભાડા વધારી શરૂ કરી છે. માર્ચ પહેલીથી સુરત ભુસાવળ સુરત, ઉધના નંદુરબાર ઉધના(મેમુ), બાંદરા ટર્મિનસથી ભુસાવળ ત્રિ-સાપ્તાહિક( મંગળ ગુરુ રવિ) જેને ખાનદેશ સ્પેશિયલ કહેવાય છે પરંતુ જાહેરાતમાં -ખંડેશ- લખાયું છે સાથે વલસાડ મુંબઈ વલસાડ ડબલ ડેકર ફાસ્ટ પેસેન્જરની જગ્યાએ મેમુ રૅકવાળી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. વલસાડથી ૪-૫૦ ક.ઉપડી મુંબઈ સેન્ટ્રલ ૯-૧૫ કલાકે પહોંચાડતી ૩૯ કિમી.ની સરેરાશ ઝડપે દોડતી ૦૯૦૨૪- મેમુ સ્પેશિયલનું ભાડું રૂપિયા ૪૫/- ના બદલે વધારતા ૭૫/- થયું વત્તા ૧૫/- આરક્ષણ દર સાથે રુ.૯૦/- થાય છે.૦૯૦૨૩-મુંબઈથી ૧૮-૧૦ ઉપડી વલસાડ ૨૩-૦૫ કલાકે આવશે જેનું ભાડું વેબસાઈટ પર રુ.૧૦૫/- દર્શાવ્યું છે, બે ભાડા તો ન જ હોય. જેમાં ૯૦/- સાચું હોવું જાેઈએ. આ રેકમાં ૧૩૭૬ બેઠકો છે જેમાં પ્રવાસ કરવા માટે કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરી ફરજીયાત ઓનલાઇન બુકિંગ કરાવ્યા બાદ જ પ્રવાસ કરી શકાશે. વલસાડ દહાણુ વચ્ચે કરંટ બુકિંગ આ ટ્રેન માટે નથી, પરંતુ દહાણુથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરંટ બુકિંગ (પરાગાડી) ચાલુ રહેતું હોય તેઓ કરંટ ટિકિટ લઈને પ્રવાસ કરશે તો તેની સામે પશ્ચિમ રેલવે શું પગલાં લેશે? એવું મુસાફરોમાં ચર્ચાય છે. શું તેઓને ઓનલાઇન બુકિંગ ન હોય તો પ્રવાસ કરવા દેવાશે જેમાં પાલઘર પછીના મુસાફરો ભરપૂર દાદાગીરી કરી વલસાડ થી બેઠેલા મુસાફરોને ફરજિયાત ઉઠાડી બેઠક હડપ કરે છે. દક્ષિણ ગુજરાતના હજારો પાસધારકો વડોદરાથી મુંબઇ વચ્ચે ત્રિમાસિક પાસ કઢાવી દૈનિક આવજા કરતાં હોય છે જેઓની હાલત ખરાબ થયેલી છે. લોકલના ભાડા પણ બમણા કરીને પેટ્રોલ-ડીઝલ ભાવ તો લોકોને માર પાડી સરકારની તિજાેરી ભરે છે.