વડોદરા,તા. ૧૧

વડોદરા શહેરમાં રેલવે સ્ટેશનની પાછળ આવેલી વર્ષો જૂની અને જાણીતી ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં ઢોસામાં જીવડું નિકળતા ગ્રાહકે રોષ વ્યક્ત કરી હોબાળો મચાવ્યો હતો. જાેકે, જાગૃત નાગરિકે રેસ્ટોરન્ટમાં ચેકિંગ થાય તેવી ફૂડ વિભાગ સમક્ષ માગ કરી હતી. જેની જાણ થતા ફૂડ વિભાગ દોડતો થયો હતો. વિભાગે રેસ્ટોરન્ટ પર જઈ નમૂના મેળવીને નોટીસ આપી કાર્યવાહી કરી હતી.

ગ્રાહક કાર્તિક શાહે જણાવ્યું હતું કે, વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારની પાછળ આવેલી ગેલોર્ડ રેસ્ટોરન્ટ માં આજે અમે બે દિવસ પહેલા નાસ્તો કરવા માટે આવ્યા હતા. ત્યારેનાસ્તામાંથી જીવડું નિકળ્યું હતું અને ા અંગે હોટલના મેનેજરને જાણ કરી હતી, જાે કે, તેન કોઇ કાર્યવાહી કરી નહોતી અને આજે ફરી હોટેલમાં નાસ્તો કરવા આવ્યા ત્યારે ઢોસા માંથી જીવડું નિકળ્યું હતુ. ફૂડ વિભાગ વડોદરા શહેરમાં બધી જગ્યાઓએ ચેકીંગ કરે છે તો આવી બ્રાન્ડેડ હોટલોને કેમ છોડવામાં આવે છે. અમારી માંગણી છે કે, આવી રેસ્ટોરન્ટમાં પણ ચેકિંગ કરવું જાેઇએ.

જાેકે, ગેલોર્ડ રેસ્ટોરન્ટના માલિકે કહ્યુ હતુ કે,અમે હોટલ સ્વચ્છ રાખીએ છીએ, કીચન પણ સ્વચ્છ હોય છે.હોટલમાં કોઇ પ્રોબ્લમ નથી. આ ભાઇ જે વાત કરે છે, તે ખોટી વાત છે. તવા પર કોઇ દિવસ જીવડું જીવતુ ન હોય. ખીરુ અમે તૈયાર લાવીએ છીએ, આ ખીરામાં જ પ્રોબ્લમ છે. ત્યાંના વેપારીને હું જાણ કરીશ. હું ત્યાં તપાસ કરાવી લઇશ. જાેકે, રેસ્ટોરન્ટના ફૂડમાં જીવડુ નિકળ્યાની વાતને લઈ પાલિકાનુ ફૂડ વિભાગ દોડતો થયો હતો. અને ફૂડ ઈન્સપેક્ટર દ્વારા સ્થળ પર જઈને વિવિધ ખાધ્ય પદાર્થના નમૂના લેવાની સાથે શિડ્યુલ-૪ મુજબની નોટીસ આપી હતી.