બોડેલી -

બોડેલીના ધનપુર ગામમાં રહેતા રાઠવા પિન્ટુભાઈ કનુંભાઈ વાધોડિયા નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ રહ્યા હતા તે સમય દરમિયાન ખાંડીયા ગામ પાસે આવેલ નાળા પાસે નર્મદા કેનાલ પર એક ઈસમ નકલી પોલીસ બની બાઇક રોકી હતી.

ત્યારબાદ અન્ય આઠથી દસ લૂંટારુઓ સ્થળ પર આવી પિન્ટુભાઈને ડુંગર તરફ લઈ જઈ ત્રણ ચાર ચપ્પુના ધા મારી તેમની ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પોહચાડી હતી તેઓની પાસે થી રોકડ ૧૦ હજાર, કાગળો તેમજ મોબાઈલની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત પિન્ટુ ભાઈને તાત્કાલિક સારવાર આર્ટે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી ઇપસા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.