07, ઓગ્સ્ટ 2020
594 |
વડોદરા,તા. ૬
શહેરના વિકાસ સ્પોર્ટ્સ અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પહેલીવાર ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં ભરૂચના ૧૯ વર્ષિય યુવાન ધ્રુમિલ તોસ્નીવાલ દ્વારા ૩ મિનિટમાં ૧૦ કિલો વજન સાથે ૧૬૫ લંચીસ કરવામાં આવ્યા હતા. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ વિશે માહિતી આપતા શહેરના માર્શલ આર્ટના ચીફ કોચ બબલુ સાવંતે જણાવ્યું હતું કે, ભરૂચના ૧૯ વર્ષિય યુવાન ધ્રુમિલ તોસ્નીવાલે છેલ્લા ૬ મહિનાથી દિવસના ૮ કલાકથી વધુનો સમય રેકોર્ડ નોંધણીની તૈયારી માટે લગાવ્યો હતો. જેમાં મિતેષ મેકવાન અને વિકાસ સ્પોર્ટ્સ અને ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સોનલ મેકવાન દ્વારા સતત મદદ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આવનારા સમયમાં લોકોને તંદુરસ્ત રાખવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ માર્શલ આર્ટના ચીફ કોચ બબલુ સાવંતના નેજા હેઠળ માર્શલ આર્ટના ક્ષેત્રે ૧૮થી વધુ વર્લ્ડ રેકોર્ડ બ્રેક કરવામાં આવ્યા છે