મેકઅપ કરવું એ એક કળા છે અને મોટાભાગની યુવતી અને મહિલાઓને મેકઅપ કરતાં આવડે છે. મેકઅપ દ્વારા મહિલા ચહેરા પર રહેલી કોઈપણ ખામીને છુપાવી શકે છે અને એક પરફેક્ટ લુક પણ ક્રિએટ કરી શકે છે. તમે ચહેરા પરના જે ફીચર્સ મોટા અને પહોળા છે તેને કોન્ટોરિંગ દ્વારા નાજુક અને શાર્પ દેખાડી શકો છો. એ જ રીતે કેટલીક મેકઅપ ટ્રિક દ્વારા તમે તમારા પાતળા અને નાના હોઠને ભરાવદાર અને મોટા દેખાડી શકો છો. ચાલો જાણીએ રીત.

હોઠને કરો તૈયાર:

જો તમે તમારા હોઠને ફુલર અને પ્લમ્પર દેખાડવા માગો છો તો તેના માટે સૌથી પહેલાં તમારા લિપ્સને તૈયાર કરો. જો તમારા હોઠ સ્મૂધ અને હાઈડ્રેટ હશે તો બહુ જ સુંદર લાગશે. તેના માટે સૌથી પહેલાં હોઠને સ્ક્રબ કરીને ક્લિન કરી લો અને પછી લિપ બામ લગાવી દો.

કંસીલ કરવું છે જરૂરી:

હોઠ પર લિપ્સટિક લગાવતા પહેલાં બેસ લેયર બનાવો. તેના માટે કંસીલર અથવા ફાઉન્ડેશનથી તમારા હોઠને પ્રાઈમ કરો. તેનાથી તમારી લિપસ્ટિકની ફિનિશ લુક મળશે. સાથે જ લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહેશે. એટલું જ નહીં બેસ લેયર લગાવવાથી તમારા હોઠ ભરાવદાર લાગશે.

લિપ લાઈનર છે જરૂરી:

પાતળા લિપ્સને જાડા અને ભરાવદાર દેખાડવાની સૌથી સરળ રીત લિપ લાઈનર લગાવવું છે. તેના માટે કોઈ સારી કંપનીનું લિપ્સટિકના કલરથી મેચ થાય એવી લિપલાઈનર હોઠના બહારના ભાગથી લગાવવાનું શરૂ કરો. હોઠની જે શેપ લાઈન હોય તેની બહાર લગાવવાથી હોઠ મોટા લાગશે. આ કામ સાવધાનીથી કરવું. એકવાર આ કામ પતી જાય પછી તમે લિપસ્ટિક લગાવો.

આ રીતે કરો હાઈલાઈટ:

હોઠને મોટા અને ભરાવદાર દેખાડવા માટે ક્યૂપિડ બોઉને હાઈલાઈટ કરો. તેના માટે શિમરી હાઈલાઈટરનો ઉપયોગ કરો. તમે ઈચ્છો તો લોઅર લિપ પર પણ હાઈલાઈટ કરી શકો છો.

મેકઅપ કરવું એ એક કળા છે અને મોટાભાગની યુવતી અને મહિલાઓને મેકઅપ કરતાં આવડે છે. મેકઅપ દ્વારા મહિલા ચહેરા પર રહેલી કોઈપણ ખામીને છુપાવી શકે છે અને એક પરફેક્ટ લુક પણ ક્રિએટ કરી શકે છે. તમે ચહેરા પરના જે ફીચર્સ મોટા અને પહોળા છે તેને કોન્ટોરિંગ દ્વારા નાજુક અને શાર્પ દેખાડી શકો છો. એ જ રીતે કેટલીક મેકઅપ ટ્રિક દ્વારા તમે તમારા પાતળા અને નાના હોઠને ભરાવદાર અને મોટા દેખાડી શકો છો. ચાલો જાણીએ રીત. હોઠને કરો તૈયાર: