વડોદરાની પોલિબેન્ડ કંપનીમાં ભીષણ આગ
14, જુન 2025 વડોદરા   |   1584   |  

૧ કલાકથી વધુ સમયથી આગ બેકાબૂ, ફાયરની પાંચ ટીમો ઘટનાસ્થળે

વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના દાણા બનાવતી પોલિબેન્ડ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી વિકરાળ હતી કે વડોદરા ફાયર વિભાગની ઈઆરસી ફાયર, ટીપી ૧૩ અને પાણીગેટ ફાયર સ્ટેશન સહિતની પાંચથી વધુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ શરૂ કર્યા છે.

આગ લાગ્યા બાદ એક કલાકથી વધુ સમય વિતી ગયો છે અને હજુ સુધી આગ બેકાબૂ છે. આગની જ્વાળાઓ દૂરથી પણ દેખાઈ રહી છે. હાલમાં સુધીમાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી, જે રાહતની વાત છે. સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહી છે. રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો સતત ચાલી રહ્યા છે. પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું અનુમાન છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution