આમ આદમી પાર્ટીએ કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારના નામની કરી જાહેરાત
30, મે 2025 અમદાવાદ   |   1584   |  

કડી  બેઠક ઉપર જગદીશ ચાવડાના નામની જાહેરાત

વિસાવદર બેઠક ઉપર ગોપાલ ઇટાલિયા મેદાને 


કડી  અને વિસાવદરમાં પેટા  ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે આમ આદમી પાર્ટીએ આ બંને બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કડી  બેઠક ઉપરથી જગદીશ ચાવડા અને વિસાવદર બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. 

કડી અને વિસાવસર વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી યોજાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટી (આપ)એ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જગદીશ ચાવડાના નામની જાહેરાત કરી હતી. જ્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઈટાલિયાને મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવીએ કહ્યું હતું કે 'કડી અને વિસાવદર આમ આદમી પાર્ટી મજબૂતીથી લડશે અને જીતશે. આમ આદમી પાર્ટીનો ડંકો વાગશે. ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા વિસાવસર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. તો બીજી તરફ કડીના ધારાસભ્ય કરશન સોલંકીનું નિધન થતાં કડી વિધાનસભા બેઠક ખાલી પડી હતી. જેથી આગામી મહિને કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે, આ માટે 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને પરિણામો જાહેર થશે. કડી અને વિસાવદર વિધાનસભા મતવિભાગમાં સમાવિષ્ટ વિસાવદર, ભેંસાણ, જૂનાગઢ(ગ્રામ્ય) અને અમરેલી જિલ્લાના બગસરા તાલુકાની તમામ ચૂંટણી હેઠળની ગ્રામ પંચાયતોની યોજાનાર ચૂંટણીઓ હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution