સૌથી વ્યસ્ત મુંબઈ-અમદાવાદ હાઇવે પર નવા ઇવી ચાર્જર ઊભા કરાયા ભારતના હાલના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બમણું કરીને ૪૦૦,૦૦૦ ચાર્જિંગ પોઇન્ટ ઉભા કરાશે અમદાવાદ, વડોદરા, ભરૂચથી છેક સુરત સુધીના ઇવી વાહનોને સુવિધા મળશે
18, મે 2025 વડોદરા   |  



ભારતની સૌથી મોટી ફોર-વ્હીલર ઈવી ઉત્પાદક અને ભારતની ઈવી ક્રાંતિના પ્રણેતા ટાટા ઈવીએભારતના સૌથી વ્યસ્ત ધોરીમાર્ગોમાં સામેલ મુંબઈ-અમદાવાદ હાઇવે પર ટાટા ઈવીએ મેગાચાર્જરનું ઈન્સ્ટોલેશન કરીને દેશમાં ઈવી વેહીકલને બઢાવો આપવા પગલું ભર્યું છે. આ ઇન્સ્ટોલેશનથી હવે દમણ, રાજવાડા, નવસારી, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા ઈવી વાહનોને સરળ અને અનુકૂળ સુવિધા મળશે. આ પગલું કંપની દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૫માં જાહેર કરાયેલી ક્રાંતિકારી પહેલને અનુરૂપ છે, જેમાં ઓપન કોલાબોરેશન ૨.૦ ફ્રેમવર્ક હેઠળ ૨૦૨૭ સુધીમાં ભારતના હાલના ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બમણું કરીને ૪૦૦,૦૦૦ ચાર્જિંગ પોઇન્ટ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ચાર્જર વિઝિબિલિટી, ફાસ્ટ ચાર્જિંગ સ્પીડ જેવી ઈવી વાહનો માટેની ફરિયાદો હવે દૂર થશે. આ માટે ટાટા ઈવીએ વિવિધ ચાર્જ પોઈન્ટ ઓપરેટરો સાથે ભાગીદારી કરી છે, જેથી દેશભરમાં હાઇ-સ્પીડ, વિશ્વસનીય ચાર્જિંગ સ્ટેશનોનું કો-બ્રાન્ડેડ ટાટા ઈવીએ મેગાચાર્જર નેટવર્ક શરૂ કરી શકાય. ટાટા ઈવીએ મેગાચાર્જર્સ બધા ઇલેક્ટ્રિક વાહનો દ્વારા ઉપયોગ માટે ઉપલબ્ધ હશે, પરંતુ ટાટા ઈવીએ વપરાશકર્તાઓને ચાર્જિંગ પોઈન્ટની પ્રાથમિકતા ઍક્સેસ અને ચાર્જિંગ ચાર્જ પર ૨૫% સુધીના ડિસ્કાઉન્ટ જેવા વિશિષ્ટ લાભો પણ મળશે.

આ અંગે ટિપ્પણી કરતા ચાર્જઝોનના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર મિ. કાર્તિકેય હરિયાણીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઇવે - ૪૮ પર જે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ કોરિડોર પર આ રીતની સુવિધાને કારણે દેશના ઈવી ક્ષેત્રે પરિવર્તનને સરળતાથી વેગ મળશે. ચાર્જઝોન અને ટાટા ઈવીએ સાથે મળીને આજના ઇવી ડ્રાઇવરોની જરૂરિયાતો - ઝડપી, વિશ્વસનીય અને સરળતાથી સુલભ ઉકેલો - પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં ઇવી ચાર્જિંગની સીમાઓને આગળ ધપાવી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution