05, જુન 2025
2277 |
ગુજરાતીઓ સાવધાન - કોરોનાની રી એન્ટ્રી
દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે
કોરોનાની રી-એન્ટ્રીથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ગુજરાત હાલમાં દેશમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. આજે અમદાવાદમાં વધુ 70 કેસ નોંધાયા હતા. આ સાથે કુલ 471 કેસ પોઝિટિવ નોંધાયા છે.
રાજ્યમાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે, આજે(5 જૂન, 2025)અમદાવાદ શહેરમાં 70 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે 31 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 471 જેટલા કોરોનાના કેસ નોંધાયા છે જેમાં હાલમાં 320 જેટલા એક્ટિવ કેસ છે. 149 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે જ્યારે ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સૌથી વધુ શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાસણા, પાલડી, આશ્રમરોડ, વાડજ, નવાવાડજ, ચાંદખેડા, સાબરમતી, મોટેરા, સુભાષબ્રિજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, થલતેજ, બોપલ ઘુમા, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં 200થી વધુ કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં એટલે 4 જૂનની સાંજ સુધીમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. જ્યારે 78 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ સાથે ગુજરાત 461 કેસ સાથે દેશમાં સૌથી વધુ રિપોર્ટ થયેલા કોવિડ કેસોમાં ત્રીજો નંબર છે. કેરળ 1373 કેસો સાથે નંબર 1 છે, પણ ગઇકાલના પ્રમાણમાં ત્યાં 43 કેસ ઓછા થયા છે. મહારાષ્ટ્રમાં આજે 510 એક્ટિવ કેસો છે, જેમાં 16 નવા છે અને દિલ્હીમાં 457માંથી 64 નવા છે.