આરબીઆઇએ 6 મહિનામાં સતત ત્રીજી વખત રેપોરેટ ઘટાડ્યો
06, જુન 2025 નવી દિલ્હી   |   6138   |  

હવે રેપોરેટ 5.50 થઇ ગયો છે.

કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે


રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પુનઃ એક વખત રેપોરેટ ઘટાડવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પછી, કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે.

RBIએ આજે ફરી એકવાર મોનિટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરી છે. રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે લોકો માટે મોટી રાહત ગણવામાં આવી રહી છે. આ સાથે હવે રેપો રેટ 5.50% થઈ ગયો છે. છેલ્લા છ મહિનામાં સતત ત્રીજી વખત આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરાયો છે. અગાઉ ફેબ્રુઆરીમાં આરબીઆઈએ 25 બેસિસ પોઇન્ટ અને તેના પછી એપ્રિલમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ રેપો રેટ 6.00% એ આવી ગયો હતો.  દેશમાં માંગ ધીમે ધીમે ઘટી રહી છે. ક્રેડિટ વૃદ્ધિ (લોન વિતરણની ગતિ), ઓટો વેચાણ, રિયલ એસ્ટેટ વેચાણ અને ઘરગથ્થુ આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ફુગાવો પણ નરમ પડયો છે અને છેલ્લા ત્રણ મહિનામાં સરેરાશ 4% થી નીચે રહ્યો છે.  જોકે આરબીઆઈ દ્વારા નવી જાહેરાતને પગલે છેલ્લા છ મહિનામાં ત્રીજી વખત રેપો રેટ ઘટ્યો છે અને આ સાથે લોકોને હવે મોટી રાહત મળશે કેમ કે તેમના ઈએમઆઈમાં ઘટાડો થઈ શકે છે.  છેલ્લા છ મહિનામાં RBI દ્વારા રેપો રેટમાં આ સતત ત્રીજીવાર ઘટાડો છે. અગાઉ, આ વર્ષે ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એપ્રિલમાં ફરીથી 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જેથી રેપો રેટ ઘટીને 6 ટકા થઈ ગયો. કેન્દ્રીય બેંકના આ નિર્ણય પછી, કાર અને હોમ લોન સહિત તમામ પ્રકારની લોન સસ્તી થશે. રેપો રેટમાં ઘટાડો કરતી વખતે, RBI એ કહ્યું કે આ પગલું દેશના રોકાણકારોને પૂરતી તક પૂરી પાડશે. વૈશ્વિક વિકાસની ધીમી ગતિ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત બનશે. ઉપરાંત, સ્થાનિક માંગ વધુ મજબૂત થશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution