ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ થઇ: દિકરા ગોલાને યાદ કરીને રડવા લાગી
04, મે 2024 396   |  

કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં દાખલ છે. ધ કપિલ શર્મા શો ફેમ ભારતીએ એના યુટ્યુબ પર બ્લોગ શેર કરતા હેલ્થ અપડેટ આપી છે જેમાં જણાવ્યું છે કે મને છેલ્લા ત્રણ દિવસથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. ભારતી સિંહ ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર કોમેડિયનમાંથી એક છે. દર્શકોને હંમેશા હસાવવા માટે ભારતી સિંહ તૈયાર હોય છે. ભારતી સિંહ આજે પણ લાખો લોકોના દિલમાં રાજ કરે છે. ધ કપિલ શર્મા શોમાં કમ્મો બુઆ બનીને પોતાની શાનદાર કોમેડીથી લોકોને હસાવનાર ભારતી સિંહ આ દિવસોમાં હોસ્પિટલમાં દાખલ છે. જાે કે આ ખબરથી ફેન્સ હેરાન થઇ ગયા છે. આ વાતની જાણકારી ભારતી સિંહે એના યુટ્યુબ પર બ્લોગના માધ્યમથી આપી છે. યુટ્યુબ પર બ્લોગ શેર કરતા ભારતીએ હેલ્થ અપડેટ આપી છે અને જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસ બહુ બીમાર છે. આ સાથે ભારતીએ એ પણ જણાવ્યું કે ભારતીને શું થયુ છે.મોસ્ટ પોપ્યુલર કોમેડિયન ભારતી સિંહ એની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને લઇને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ જ્યારથી ભારતી સિંહે દિકરા ગોલને જન્મ આપ્યો ત્યારથી એને લઇને લાઇમલાઇટ રહે છે. ભારતી એના પતિ હર્ષ લિમ્બાચિયા સાથે એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાં એક્ટ્રેસ એની લાઇફ સાથે જાેડાયેલી નાની-મોટી અપડેટ ફેન્સને આપતી રહે છે.આ નવા વિડીયોમાં કોમેડિયન ભારતી સિંહ હોસ્પિટલમાં નજરે પડી રહી છે જ્યાં એને આ બ્લોગ શૂટ કર્યો છે. આ વીડિયોમાં દિકરા ગોલાને યાદ કરીને રડવા લાગે છે. આ સાથે હોસ્પિટલમાં કેમ દાખલ થઇ એ પાછળનું કારણ પણ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution