/
ગુજરાતમાં રાત્રિ કરફ્યુ સહિત અનેક નિયમો અંગે નિર્ણયો લેવાયા, જાણો વિગતવાર

ગાંધીનગર-

રાજ્યની કોર કમિટીની બેઠકમાં રાત્રિએ કરફ્યુ સહિત અનેક નિયમો અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. કોરોનાના કેસ હવે ૧૩૦ આસપાસ રહેવાથી રાજ્ય સરકારે રાત્રિ કર્ફ્યુંનો સમય એક કલાક ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે. હવે રાત્રે ૯ ના બદલે રાત્રે ૧૦ વાગ્યા થી શરૂ થશે. આ ઉપરાંત સિનેમા હોલ, મલ્ટિપ્લેકસ, ઓડિટોરિયમ ને ૫૦% ક્ષમતા સાથે શરૂ કરી શકાશે. આજે લેવાયેલા નિર્ણયો ૨૭ જૂનથી અમલમાં આવશે. આ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે. આ 18 શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

• રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર એમ કુલ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે

• આ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે ૧૦ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધીનો કરાયો

• આ ૧૮ શહેરોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

• રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી ૧૦ જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે

• આ ૧૮ શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે ૯ વાગ્યા સુધી ૬૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે

• હોમ ડિલેવરી રાત્રે ૧૨ કલાક સુધી ચાલુ રાખી શકાશે

18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના ૯ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઈ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. અત્યાર સુધી લગ્ન પ્રસંગમાં 50 લોકોને છૂટછાટ આપવામાં આવતી હતી જે વધારી દેવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઈ છે. સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution