11, નવેમ્બર 2023
297 |
વડોદરા, તા.૧૦
કોર્પોરેશનમાં મેયર સહિત નવા હોદ્ેદારોની નિમણૂક થયા બાદ પાંચેય હોદ્ેદારોમાં વર્ચસ્વને લઈને જૂથબંધી પાછલાં કેટલાંક સમયથી સ્પષ્ટ દેખાઈ રહી છે. ત્યારે પદાધિકારીઓ વચ્ચે રાજકીય હુંસાતુંસીમાં હવે પ્રભારી ગોરધન ઝડફિયાને મધ્યસ્થી કરવી પડી હતી અને મેયર, ડે. મેયર, ચેરમેન સહિત પાંચે હોદ્દેદારોને શિસ્તના પાઠ ભણાવીને એકબીજાના કામમાં માથું નહીં મારવાની તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.
કોર્પોરેશનમાં નવા હોદ્ેદારોની નિમણૂકને હવે એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. પરંતુ શહેર ભાજપમાં વકરેલી જૂથબંધી પાલિકામાં નવનિયુક્ત થયેલા હોદ્ેદારો અને સાથે-સાથે હવે કાઉન્સિલરોમાં પણ સ્પષ્ટ જાેવા મળી રહી છે. પાલિકાના વિવિધ કાર્યક્રમોના આયોજનોમાં પણ હોદ્ેદારો વચ્ચે એકબીજાની સામે નારાજગી જાેવા મળી રહી છે. ત્યારે વડોદરા કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચે વર્ચસ્વની હુંસાતુંસીમાં હવે મધ્ય ગુજરાતના ભાજપના પ્રભારીને પણ મધ્યસ્થી કરવી પડી હતી. ગુરુવારે વડોદરા આવેલા પ્રભારી ગોરધન ઝડફિયાએ શહેર ભાજપ પ્રમુખની સાથે મેયર, ડે. મેયર, ચેરમેન, નેતા અને દંડક સાથે બેઠક યોજીને શિસ્તના પાઠ ભણાવ્યા હોવાનું જાણવા મળે છે. શહેર ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ પાલિકાના પદાધિકારીઓને એકબીજાના કામમાં માથું નહીં મારવાની તાકીદી કરી હતી, તેમજ તમામ પોતાનું કાર્યક્ષેત્ર સમજે અને સ્વતંત્રતાથી કામ કરે તેવી સૂચના પણ આપી હોવાનું જાણવા મળે છે.