વડોદરા-

રોજીંદા જીવનથી દરેક માણસ કંટાળે છે અને પછી તે કોઇ એવી જગ્યાએ જવા માંગે છે જ્યા શાંતિ હોય જ્યા તે પોતાના પરિવાર મિત્ર સાથે સમય વિતાવી શકે. તે માટે દરીયાઇ બીચએ સૌથી આરામદાયર જગ્યા છે જ્યા તમે પોતાના પરિવાર-મિત્રો સાથે મજા માણી શકો. 

ગુજરાતને 1600 કિમી લાંબો દરીયા કિનારો મળ્યે છે જેના કારણે આતંરરાષ્ટ્રીય વેપાર પણ સારો ચાલે છે અને  સારા બીચ પણ આવેલા છે. તેમાનાો એક બીચ જે કચ્છનો માંડવી બીચ

અરબી સમુદ્રની નજીક સ્થિત, માંડવી બીચ સંપૂર્ણ આનંદ અને શાંતિ આપનાર છે. પરંતુ, ઉછળતાં મોજા સાથે રમત સાથે, કેમ્પિંગ સાહસોની સાથે, આ બીચ કોઈપણ પ્રકારની સહેલગાહ માટે યોગ્ય છે- તે તમારા પરિવાર અથવા મિત્રો સાથે હોઇ શકે. આ બીચ પરથી સૂર્યાસ્ત જોવો જ્યારે તે પ્રકાશથી થતી સોનેરી રેતી જોવાનો પણ એક આલહાદ્ક આનાંદ છે. 

બીચની આજુબાજુ મજાર-એ-નૂરાની, રોહા કિલ્લો, કચ્છનો રણ, શ્રી ભદ્રેશ્વર જૈન મંદિર જોવા લાયક સ્થળો છે.

માંડવી બીચ પર પહોંચવાના ઘણા રસ્તા છે જેમાં તમે ભુજથી બસ અથવા  ટ્રેન લઇ શકોવ છો અથવા તો જો તમારી પાસે કાર છે એ બેસ્ટ સવારી છે