06, જુન 2025
1584 |
નવી દિલ્હી, ૧૫મી જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષા હવે ત્રીજી ઑગસ્ટ, ૨૦૨૫ના રોજ યોજાશે. સુપ્રીમ કોર્ટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સને નીટ પીજી પરીક્ષા યોજવાની સમયમર્યાદા લંબાવવાની મંજૂરી આપી છે. આ પરીક્ષા ૧૫મી જૂન ૨૦૨૫માં બે શિફ્ટમાં યોજાવાની હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે એક જ શિફ્ટમાં પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યા બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયાધીશ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે આ કેસની સુનાવણી કરી. બેન્ચે સ્પષ્ટ કર્યું કે, ‘દ્ગમ્ઈને પરીક્ષાની તારીખ માટે વધુ કોઈ સમયમર્યાદા આપવામાં આવશે નહીં. એટલે કે, પરીક્ષાની તારીખ ફરીથી મુલતવી રાખી શકાતી નથી.’