હવે જૂના વાહન વેચ્યા બાદ પણ એ જ નંબર રાખી શકાશે
25, જુન 2022 198   |  

અમદાવાદ જૂનું વાહન વેચી દીધા બાદ પણ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકે તે માટેના નિયમો જાહેર થયા છે. હવે આ મામલે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને આ બહુચર્ચિત પોલિસી માટેના નિયમો જાહેર કર્યા છે. આ સ્કીમ જુલાઈના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે. આ માટે સરકારે કેટલાક નિયમો બનાવ્યા છે. વાહન માલિક જૂનો નંબર જાળવી રાખવા માંગે તો તેણે જૂના વાહનના વેચાણના ૯૦ દિવસની અંદર નવું વાહન ખરીદવું પડશે. આ માટે રજિસ્ટ્રેશન નંબર ગોલ્ડન, સિલ્વર, અન્ય જે કેટેગરીમાં આવતો હોય તે મુજબ ફી ચૂકવવાની રહેશે. માલિક નવું વાહન ખરીદવામાં જેટલો વધુ સમય લગાવશે તેટલી જ વધુ ફી ચૂકવવી પડશે. જાે જૂનું વાહન વેચ્યાના એક મહિનાની અંદર નવું વાહન ખરીદવામાં આવે તો જૂના ‘ગોલ્ડન’ સિરીઝ નંબર માટે રિટેન્શન ફી ૪૦,૦૦૦ રૂપિયા હશે. જાે નવું વાહન બીજા મહિનામાં ખરીદવામાં આવે તો ફી ૬૦,૦૦૦ રૂપિયા અને ત્રીજા મહિનામાં ખરીદાય તો ૮૦,૦૦૦ રૂપિયા હશે. વાહનનું રજિસ્ટ્રેશન જૂના માલિકના નામે જ કરવાનું રહેશે. કોઈપણ સંજાેગોમાં નંબર પરિવારના સભ્યો અથવા અન્ય લોકોને સ્થાનાંતરિત કરવામાં આવશે નહીં. જાેકે, વાહન માલિકના મોતના કિસ્સામાં પરિવારને નંબર જાળવી રાખવાની છૂટ આપવામાં આવશે. એક શરત એવી છે કે વાહન જે ક્લાસનું હશે તેમાં જ ટ્રાન્સફર કરી શકાશે. એટલે કે બાઇકનો નંબર કાર કે કારનો નંબર બાઇકમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં. પોતાની પસંદગીના નંબર માટે ગોલ્ડન અને સિલ્વર નંબરો માટે બિડિંગ દરમિયાન મસમોટી કિંમત ચૂકવે છે. ઘણા લોકો આવું જ્યોતિષીય કારણોસર કરતા હોય છે. સામાન્ય રીતે આરટીઓની હરાજીમાં ૭૭૭૭, ૧૧૧૧ અને ૭૮૬ જેવા ગોલ્ડન નંબર ૨ લાખ રૂપિયાથી વધુ કિંમતે મળે છે. કાર માલિકો માટે આવા નંબરો માટે બોલી ૪૦,૦૦૦ રૂપિયાથી ખુલે છે, જ્યારે ટુ-વ્હીલર માલિકો માટે બોલી ૮,૦૦૦ રૂપિયાથી શરૂ થાય છે. હવે નવો નિયમ લાગુ થયા બાદ કાર માલિક માત્ર ૪૦,૦૦૦ની બેઝ પ્રાઈઝ ચૂકવીને બીજી હરાજીમાં ભાગ લીધા વગર જ મોંઘી કિંમતે મેળવેલા ગોલ્ડન નંબર જાળવીશકે છે.

વાહનોની ફિટનેસ કામગીરીમાં પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશમાં પ્રથમ  પૂર્ણેશ મોદી

ગુજરાતમાં રોડ પર મુસાફરોની સલામતી જળવાય, પ્રદુષણની માત્રામાં ઘટાડો આવે અને રોડનો ઉપયોગ કરતાં વાહનોના ફિટનેસની કામગીરી સંપૂર્ણપણે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વિના થઇ શકે તે જરૂરી છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારે બહાર પાડેલી નોટિફિકેશનના અનુસંધાને કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ કેન્દ્ર સરકારની જાેગવાઇઓને સંપૂર્ણપણે લાગુ કરીને પીપીપી મોડલ આધારિત પોલીસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ રાજયના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યુ હતું. વાહન વ્યવહાર મંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં વાહનોના ફિટનેસ ટેસ્ટિંગ માટે પીપીપી ધોરણે ઓટોમેટેડ ટેસ્ટિંગ સ્ટેશન સ્થાપવા માટે તમામ અરજદારોને સમાન તક અપાશે. કેન્દ્રના ધારાધોરણ મુજબની લાયકાતો પરિપૂર્ણ કરતાં તમામને સ્ટેશનો સ્થાપવાની મંજૂરી અપાશે અને એક અરજદાર વધુમાં વધુ ૧૦ સ્ટેશન સ્થાપી શકશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત સરકારે ઉદાર અભિગમ દાખવી ટેસ્ટિંગની સંપૂર્ણ ફી સ્ટેશનનાં સંચાલકને જ આપવાનો ર્નિણય કર્યો છે, જે આવા સ્ટેશનો સ્થાપવા માટે પ્રોત્સાહન પુરૂં પાડશે. મંત્રી મોદીએ જણાવ્યુ હતું કે, સ્ટેશન સ્થાપવા માટે અરજદારોની વ્યથાને સમજી “પ્રિલિમનરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ” મેળવવા માટે જગ્યાની અનુકૂળતા કરવા છ માસ સુધીમાં લીઝ એગ્રીમેન્ટ રજૂ કરવાની શરતી મંજૂરી આપવાનો અભિગમ પણ રાજ્ય સરકારે દાખવ્યો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution