દિલ્હી-

ઉત્તરાખંડ સરકાર અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ચાલી રહેલી રાજનીતિક ઉથલ પાથલ વચ્ચે પુષ્કર ધામીનું નામ સામે આવ્યું છે. ઉત્તરાખંડના પુષ્કર ધામી નવા મુખ્યમંત્રી બન્યા છે. તમને જણાવી દઈએ કે, પુષ્કર સિંહ ધામી બે વખત ખટીમાંથી ધારાસભ્ય રહ્યા ચુક્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, બીજેપીમાં અંદરખાને તેમના નામ પર લગભગ સર્વસંમતિ થઈ ગઈ હતી. જ્યારે તીરથસિંહ રાવત કેબીનેટ પહેલા જ રાજ્યપાલને રાજીનામું આપી ચુક્યા છે. આગામી મુખ્યમંત્રીની રેસમાં તેમ છતાં ઘણા નામ સામે આવી રહ્યા હતા પરંતુ એક વખત ફરીથી બીજેપી કંઇક અલગ જ નિર્ણય લઈને મોટી જાહેરાત કરી છે.

કોણ છે પુષ્કર સિંહ ધામી?

પુષ્કર સિંહ ધામી બીજેપી યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે. તેમને આરએસએસના નજીક પણ ગણાવવામાં આવે છે. પુષ્કર સિંહ ધામી સીમાંત વિધાનસભા ક્ષેત્ર ખટીમાથી બે વખત વિધાયક તરીકે પસંદ કરવામાં આવી ચુક્યા છે. તે રાજ્યના અન્ય મુખ્યમંત્રીઓની સરખામણીમાં યુવા છે.