તાડવા પાટીયા રોડ પરથી પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરી જતી ટ્રક પકડાઈ
28, મે 2025 શહેરા   |   1485   |  


શહેરા વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલને મળેલી માહિતીના આધારે તાડવા પાટીયા રોડ પરથી પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરીને જતી ટ્રકને પકડી પાડવામાં આવી હતી. વનવિભાગે ટ્રક અને લાકડા મળીને રૂપિયા ૪ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈને વધુ તપાસ હાથધરી હતી

 શહેરા તાલુકામાં ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા વાહનોની હેરાફેરી અટકાવવા માટે શહેરા પરિક્ષેત્ર વન અધિકારી આર.વી.પટેલ સહિતનો સ્ટાફ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નીકળ્યા હતા.જ્યારે આર.એફ.ઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળતા તેમને સ્ટાફના રાઉન્ડ ફોરેસ્ટર એસ.બી.માલીવાડ , શેખપુર બીટગાર્ડ કે.આર.બારીઆ, વન રક્ષક બી.એન.રાવલ તેમજ એ.બી.બારીયા અને ડી.એસ પટેલીયા સહિતના સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા ટીમ્બા પાટિયા થી કાંકણપુર રોડ ઉપર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા .જ્યારે તાડવા રોડ પરથી લીલા તાજા પંચરાઉ લાકડા ભરીને જતી ટ્રક જીજે ૦૩ વાય ૯૨૩૬ ને વન વિભાગના સ્ટાફ દ્વારા ઉભી રખાવીને ચાલક પાસે લાકડા અંગેના પાસ પરમીટ માંગતા ચાલકે પાસ પરમીટ રજૂ નહીં કરતા ટ્રકમાં ભરેલ લાકડા પાસ પરમીટ વગર ગેરકાયદે વાહતુક કરાતા હોવાનું સામે આવ્યુ હતું.જેથી શહેરા વનવિભાગે ગેરકાયદે લીલા પંચરાઉ લાકડાં ભરેલ ટ્રકને કચેરી ખાતે લાવીને જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને અંદાજીત રૂપિયા ૪ લાખ ૫૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા...

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution