28, મે 2025
1683 |
ગાંધીનગર: અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025નું સફળ સમાપન થયું છે. અમદાવાદના પાલડીમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે 24 થી 27મી દરમિયાન આયોજિત રાજ્યસ્તરની ટેનિસ ટૂર્નામેન્ટને બહોળો પ્રતિસાદ જોવા મળ્યો છે.અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા આયોજિત જીએસટીએ ટેનિસ ટૂર્નામેન્ટ 2025 ગત 24 મેના રોજ શરૂ થઈ હતી. જેમાં ભાગ લેનારા સ્પર્ધકોએ એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. વિવિધ કેટેગરીમાં રેકોર્ડ 268 રજિસ્ટ્રેશન નોંધાયા હતા. જે ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આયોજિત જીએસટીએ લેવલ 1 ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છે. આ ટુર્નામેન્ટમાં નવા ઉભરતા યુવા પ્રતિભાશાળીઓથી માંડી અનુભવી ખેલાડીઓએ ભાગ લીધો હતો.આ ટુર્નામેન્ટમાં મિક્સ્ડ, છોકરા, છોકરી, મહિલા-પુરૂષ કેટેગરીમાં વિવિધ વયજૂથના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં ફાઈનલમાં વિજેતા બનેલા ખેલાડીઓ આ મુજબ છે. અંડર-8 માં વિયાન સુતરિયા, બોયઝ અંડર-10માં આર્યન નાયક, બોયઝ અંડર-12માં અર્ણવ પાંડે, બોયઝ અંડર-14 માં પાર્થે શ્લોક, બોયઝ અંડર-16માં પલાશ સુતરિયા, ગર્લ્સ અંડર-10માં ધનવી ડાભી, ગર્લ્સ અંડર-12માં રેઓના પંચોલી,ગર્લ્સ અંડર-14માં હર્ષા દેશપાંડે, ગર્લ્સ અંડર-16માં પ્રાપ્તિ તિવારી વિજેતા બન્યા હતા. મેન્સ સિંગલમાં વિમલ ઠાકોર, વિમેન્સ સિંગલમાં પ્રાપ્તિ તિવારી, 45+ સિંગલમાં પરાગ શાહ, મેન્સ ડબલ્સમાં જિગ્નેશ ઠાકોર અને મનન ઠાકોર તેમજ 35+ સિંગલમાં હર્ષ લખિસરાણી વિજેતા બન્યા હતા.