25, ફેબ્રુઆરી 2024
99 |
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’માં ઝોયાની ભૂમિકા ભજવીને જાણીતી બનેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ હાલમાં જ તેનો ૩૦મો બર્થડે ઉજવ્યો હતો. એક્ટ્રેસે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ જન્મદિવસ સાથે જાેડાયેલા કેટલાક ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં તૃપ્તિ તેના ભાઈ, માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો સાથે કેક કાપીને ઉજવણી કરતી જાેવા મળે છે.તૃપ્તીએ શનિવારે મોડી રાત્રે આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી. આને શેર કરતી વખતે તેમણે લખ્યું, ‘આ જન્મદિવસ ચોક્કસપણે યાદગાર હતો. દરેકના પ્રેમ અને પ્રાર્થના માટે આભાર. તસવીરોમાં તૃપ્તિ તેના ભાઈ આશુતોષ ડિમરી અને પરિવારના અન્ય સભ્યો સાથે એન્જાેય કરતી જાેવા મળે છે.
આ સિવાય તેણે કેટલાક વીડિયો પણ શેર કર્યા છે જેમાં તે ડેકોરેટ કરેલા રૂમમાં પ્રવેશતી અને પછી કેક કાપતી જાેવા મળી રહી છે. તૃપ્તિએ કેટલાક હાથથી બનાવેલા બર્થડે કાર્ડના ફોટા પણ શેર કર્યા છે જેના પર હેપ્પી બર્થ ડે માસી લખેલું છે. તૃપ્તિની નાની ભાણીઓએ પોતાની માટે પોતાના હાથથી આ કાર્ડ બનાવ્યું છે.આ સિવાય તૃપ્તિના કથિત બોયફ્રેન્ડ સેમ મર્ચન્ટે પણ તેને શુભેચ્છા પાઠવી હતી. સેમે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તૃપ્તિ સાથેની એક તસવીર શેર કરી છે. તસવીરમાં બંને ફ્લાઈટની અંદર જાેવા મળે છે. આ શેર કરતી વખતે સેમે લખ્યું- ‘હેપ્પી બર્થ ડે ડિયરસ્ટ તૃપ્તિ...’ તૃપ્તિનો રૂમી બોયફ્રેન્ડ સેમ ગોવાના લક્ઝરી વીઆઈપી રિસોર્ટ ‘કાસા વોટર્સ’નો સીઈઓ છે. તેમણે એક સમયે મોડલિંગ પણ કર્યું છે અને તે ટ્રાવેલ બ્લોગર પણ છે.વર્ક ફ્રન્ટ પર, તૃપ્તિની આગામી ફિલ્મ કાર્તિક આર્યન સ્ટારર ‘ભૂલ ભુલૈયા-૩’ છે. મેકર્સે તાજેતરમાં આની જાહેરાત કરી છે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની છે. આ સિવાય તૃપ્તિ વિકી કૌશલ સાથે ‘મેરે મહેબૂબ મેરે સનમ‘ અને રાજકુમાર રાવ સાથે ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ જેવી ફિલ્મો પણ કરી રહી છે.તૃપ્તીએ ૨૦૧૮ માં રિલીઝ થયેલી ઇમ્તિયાઝ અલીની ‘લૈલા મજનુ’ સાથે મુખ્ય અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તે ‘બુલબુલ’ અને ‘કાલા’ જેવી ફિલ્મોમાં પણ જાેવા મળી હતી. ‘એનિમલ’ સાથે તેનું નસીબ બદલાઈ ગયું.