19, મે 2025
10692 |
સિંગાપોર, સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોનાવાયરસના નવા કેસોની સંખ્યા વધી રહી છે. ૧ મેથી ૧૯ મે દરમિયાન, સિંગાપોરમાં ૩૦૦૦ દર્દીઓ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં આ સંખ્યા ૧૧,૧૦૦ હતી. અહીં કેસોમાં ૨૮%નો વધારો થયો છે. જાેકે ભારતમાં હાલમાં ૯૩ કેસ છે. ભારતમાં હાલ કોરોનાની કોઈ મોટી લહેર દેખાતી નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, ૧૯ મે સુધીમાં દેશમાં ફક્ત ૯૩ કેસ નોંધાયા છે. જાેકે, બીજી તરફ ભારતમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૮ નવા કેસની પુષ્ટિ થઈ છે. મુંબઈની કેઇએમ હોસ્પિટલમાં બે દર્દીઓનાં મોતના સમાચાર છે. હવે વધુ એક એક્ટ્રેસ પણ કોરોનાની ઝપેટમાં આવી છે.
જાન્યુઆરીથી હોંગકોંગમાં ૮૧ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૦ લોકોના મોત થયા છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જાેકે, દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ વખતે, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ ત્નદ્ગ૧ અને તેના પેટા વેરિઅન્ટ ન્હ્લ૭ અને દ્ગમ્૧.૮ને ચેપ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા પ્રકારો વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. જાેકે, તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.
ચીન અને થાઇલેન્ડમાં વાયરસના કેસ બમણા થયા
ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં, રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાયરસના કેસ બમણા થઈ ગયા છે. લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડની લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે. તેમજ, થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો : શિલ્પા શિરોડકર
શિલ્પા શિરોડકરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બોલિવૂડ એક્ટ્રેસે પોતે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી માહિતી આપી છે. તેણે લખ્યું, ‘નમસ્તે મિત્રો! મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તમે લોકો સુરક્ષિત રહો અને માસ્ક પહેરો.’ ફેન્સ શિલ્પાની પોસ્ટ પર કોમેન્ટ કરી જલદી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. એ જ સમયે કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થયું કે લોકોને હજુ પણ કોરોના થઈ રહ્યો છે.