/
પર્યાવરણની જાળવણી માટે નાના પગલાં વધુ કારગત સાબિત થાય છે

વડોદરા, તા.૪

દર વર્ષે તા.૫ જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્યાવરણીના રક્ષણ અને સંવર્ધનની લોક જાગૃતિ કેળવવા સંકલ્પનો આ દિવસ છે. ૧૯૭૪ થી દર વર્ષે પાંચમી જૂને ઉજવવામાં આવતા આ દિવસે પર્યાવરણને બચાવવાના પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. મનુષ્ય જીવન પર્યાવરણ વગર અધૂરું છે. પણ શું આજે ખરેખર આ શબ્દો ને આદર કે માન આપવામાં આવે છે? બદલાવ ની શરૂઆતની બીજા થી અપેક્ષા કરવાના બદલે પોતાથી કરવી એ વધારે જરૂરી છે. આ શબ્દો ને માન્યતા આપતા વડોદરાના પર્યાવરણવિદ્દ, હિતાર્થ પંડયા કહે છે કે પર્યાવરણ ની જાળવણી સ્મશાન વૈરાગ્ય જેવી ના હોવી જોઈએ, ક્ષણિક ભર માટે, જો તમને લાગે છે તમને પર્યાવરણ માટે પ્રેમ છે અને કાંઈક કરવું છે તો તમને આંખ ખોલીને તેના પર કામ કરવું પડશે. આશાવાદી વ્યક્તિત્વ ધરાવતા પર્યાવરણવિદ હિતાર્થ પંડયા કહે છે કે કોરોનાના ના લીધે પર્યાવરણમાં ઘણાં બદલાવ આવ્યા છે ,આ એક હકીકત છે, જેની ઘણી હદે લોકોને અનુભૂતિ પણ થઇ રહી છે, જેમ કે અવાજ અને હવાના પ્રદૂષણનું ઘટવું, પક્ષી અને તેમના અવાઝ સાંભળવા લોકોને ગમી રહ્યા છે. લોકોને પાવાગઢ અને હિમાલય દેખાતા થયા છે, જીવન-મરણ ની કિંમત કરતા લોકો ઓક્સીજન ની કિંમત કરતા થઇ ગયા છે અને આ રીતે પર્યાવરણ પ્રત્યે ની લાગણી માં પણ વધારો થયો છે. 

આ લાગણીઓને લાંબા સમય સુધી જીવંત રાખવી એ પણ જરૂરી છે. કોરોના પોઝિટિવ એ ડર જગવતો શબ્દ બની ગયો છે પરંતુ એનું એક સકારાત્મક પાસું એ છે કે શુદ્ધ પર્યાવરણ કોણે કહેવાય એની લોકોને અનુભૂતિ થઈ છે અને આ એક સર્જાયેલા વાતાવરણ ને આગળ ધપાવવાની જરૂર છે. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution