ઈ-રીક્ષા માટે 48000 તથા ઈ-સ્કુટર માટે 12000 ની સબસીડી
03, માર્ચ 2021

ગાંધીનગર-

આજે જાહેર થયેલા બજેટમાં રાજયે કલાઈમેટ ચેન્જ પર્યાવરણ શુધ્ધિ માટે કુલ રૂા.910 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.પર્યાવરણલક્ષી અભિગમ રાખી જુદા જુદા વિભાગ હેઠળ વિવિધ કામો માટે રૂા.5000 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.વધુ 300 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદનનાં લક્ષ્‍યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે રૂા.800 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારી કચેરીઓની છત પર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાનાં સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રૂા.25 કરોડની જોગવાઈ કરાઈ છે.

સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે. વધુ 300 મેગાવોટ સોલાર ઉર્જા ઉત્પાદનનાં લક્ષ્‍યાંક સાથે 3 લાખ ઘરોને સહાય આપવા માટે રૂા.800 કરોડની જોગવાઈ કરાઈ છે.સરકારી કચેરીઓની છત પર અંદાજે 7 મેગાવોટ ક્ષમતાનાં સોલાર રૂફટોપ સીસ્ટમ માટે રૂા.25 કરોડની જોગવાઈ કરાઈ છે.આ ઉપરાંત પેટ્રોલ-ડીઝલ અને સીએનજીથી ચાલતી રીક્ષાઓને બદલે ઈલેકટ્રીક બેટરીથી ચાલતી ઈ-રીક્ષાનો વપરાશ વધે તો પર્યાવરણમાં સુધારાનો ફાયદો મળે તેવી ઈ-રીક્ષાનાં વપરાશનાં વધારવાનાં ઉદેશથી એક ઈ-રીક્ષા દીઠ રૂા.48 હજારની સબસીડી માટે રૂા.26 કરોડની જોગવાઈ કરાઈ છે. એજ રીતે ઈ-ટુ વ્હીલરો માટે વાહન દીઠ 12 હજારની સબસીડી માટે 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ સિવાય ગૌશાળા, પાંજરાપોળોમાં બાયોગેસ પ્લાંટ સ્થાપવા 75 ટકા સહાય લેખે રૂા.6 કરોડની જોગવાઈ એલઈડી ટયુબ લાઈટ, સ્ટાર રેટેડ પંખા માટે રૂા.4 કરોડની જોગવાઈ કરાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution