વડોદરામાં ૨૪૪ ગ્રામ પંચાયતમાં સરપંચની ૧૨૧ બેઠક અનામત, ૧૦૪૦ સભ્ય અનામત
30, મે 2025 વડોદરા   |  

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની ૮૦૦૦થી વધારે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વડોદરા જિલ્લાની છેલ્લા આઠ વર્ષથી અટકેલી ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવનાર છે. જેમાં સરપંચની ૨૪૪ પૈકી ૧૨૧ બેઠક અનામત છે, જ્યારે ૨૧૧૬ સભ્યો પૈકી ૧૦૪૦ બેઠક અનામત છે.

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સંખ્યા અનુસાર વડોદરામાં ૨૪૪ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જેમાંથી ૧૨૧ સરપંચ અનામત છે. જેમાં અનુસૂચિત જાતિની ૧૫, અનુસૂચિત જનજાતિની ૫૭ સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગની ૪૯ બેઠકનો સમાવેશ થાય છે. તેજ પ્રમાણે ૨૪૪ ગ્રામ પંચાયતમાં સભ્યોની કુલ સંખ્યા ૨૧૧૬ છે. જે પૈકી અનુસૂચિત જાતિની ૨૩૩, અનુસૂચિત જનજાતિની ૪૨૯ જ્યારે સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગની ૩૭૮ બેઠકનો સમાવેશ થાય છે. સરપંચની ૨૪૪ પૈકી ૧૨૩ જ્યારે સભ્યોની ૨૧૧૬ પૈકી ૧૦૭૬ બેઠક સામાન્ય છે.

બીજી તરફ વોર્ડની સંખ્યાના આધારે ૧૨થી ઓછા વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયતની સંખ્યા ૨૩૭ છે, જ્યારે ૭ ગ્રામ પંચાયતમાં વોર્ડની સંખ્યા ૧૩થી ૨૨ છે. જોકે, ૨૩થી વધુ વોર્ડ ધરાવતી એક પણ ગ્રામ પંચાયત વડોદરા જિલ્લામાં નથી.

કયા તાલુકામાં સભ્યોની કેટલી બેઠક અનામત


કરજણ

અનુસૂચિત જાતિ : ૫૭

અનુસૂચિત જનજાતિ : ૧૨૦

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૭૦

સામાન્ય : ૨૨૮

ડભોઇ

અનુસૂચિત જાતિ : ૨૮

અનુસૂચિત જનજાતિ : ૮૬

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૩૧

સામાન્ય : ૮૯

ડેસર

અનુસૂચિત જાતિ : ૧૧

અનુસૂચિત જનજાતિ : ૧૬

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૧૭

સામાન્ય : ૮૮

પાદરા

અનુસૂચિત જાતિ : ૪૭

અનુસૂચિત જનજાતિ : ૩૯

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૧૧૩

સામાન્ય : ૨૪૫

વડોદરા ગ્રામ્ય

અનુસૂચિત જાતિ : ૩૫

અનુસૂચિત જનજાતિ : ૫૪

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૭૦

સામાન્ય : ૧૭૩

વાઘોડિયા

અનુસૂચિત જાતિ : ૧૭

અનુસૂચિત જનજાતિ : ૫૨

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૨૬

સામાન્ય : ૬૭

શિનોર

અનુસૂચિત જાતિ : ૧૧

અનુસૂચિત જનજાતિ : ૩૧

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૯

સામાન્ય : ૩૯

સાવલી

અનુસૂચિત જાતિ : ૨૭

અનુસૂચિત જનજાતિ : ૩૧

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૪૨

સામાન્ય : ૧૪૬

કયા તાલુકામાં સરપંચની કેટલી બેઠક અનામત


કરજણ

અનુસૂચિત જાતિ : ૫

અનુસૂચિત જનજાતિ : ૧૯

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૯

સામાન્ય : ૨૫

ડભોઇ

અનુસૂચિત જાતિ : ૨

અનુસૂચિત જનજાતિ : ૧૫

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૩

સામાન્ય : ૮

ડેસર

અનુસૂચિત જાતિ : ૧

અનુસૂચિત જનજાતિ : ૧

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૪

સામાન્ય : ૯

પાદરા

અનુસૂચિત જાતિ : ૧

અનુસૂચિત જનજાતિ : ૧

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૧૩

સામાન્ય : ૩૪

વડોદરા ગ્રામ્ય

અનુસૂચિત જાતિ : ૨

અનુસૂચિત જનજાતિ : ૫

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૯

સામાન્ય : ૧૯

વાઘોડિયા

અનુસૂચિત જાતિ : ૧

અનુસૂચિત જનજાતિ : ૯

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૧

સામાન્ય : ૮

શિનોર

અનુસૂચિત જાતિ : ૧

અનુસૂચિત જનજાતિ : ૨

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૨

સામાન્ય : ૬

સાવલી

અનુસૂચિત જાતિ : ૨

અનુસૂચિત જનજાતિ : ૫

સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ : ૮

સામાન્ય : ૧૪

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution