15, મે 2025
મુંબઈ |
ટાટા મોટર્સ અને અદાણી પાર્ટ્સના શેરમાં ૨%નો વધારો
આજે ગુરુવાર, ૧૫ મેના રોજ અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ ૨૦૦ પોઈન્ટ ઘટીને ૮૧,૧૫૦ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ લગભગ ૫૦ પોઈન્ટનો ઘટાડો થયો છે, તે ૨૪,૬૦૦ના સ્તરે છે.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૦ શેરોમાં તેજી જોવા મળી રહી છે. ટાટા મોટર્સ અને અદાણી પાર્ટ્સ અને ટાટા સ્ટીલમાં ૨%નો વધારો છે. ઇન્ડસઇન્ડ બેંક, પાવર ગ્રીડ અને SBIના શેર ૧.૩% ઘટ્યા છે.
નિફ્ટીના ૫૦માંથી ૨૦ શેરોમાં તેજી જોવા મળી રહી છે. NSEના મેટલ સેક્ટર ૧.૨૨%, ઓટો ૦.૭૬% અને મીડિયામાં ૦.૯૭%ની તેજી છે. જ્યારે આઇટી, ફાર્મા, બેંકિંગ શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં ઘટાડો, અમેરિકામાં વધારો
• એશિયન બજારોમાં, જાપાનનો નિક્કેઈ ૪૨૨ પોઈન્ટ (૧.૧૧%) ઘટીને ૩૭,૭૦૫ પર અને કોરિયાનો કોસ્પી ૬ પોઈન્ટ (૦.૨૩%) ઘટીને ૨૬૩૫ પર કારોબાર કરી રહ્યો છે.
• હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૭૫ પોઈન્ટ (૦.૩૨%) ઘટીને ૨૩,૫૬૫ પર બંધ થયો. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ૧૮ પોઈન્ટ (૦.૫૨%) ઘટીને ૩,૩૮૬ પર બંધ રહ્યો.
• ૧૪મેના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ ૯૦ પોઈન્ટ (૦.૨૧%) ઘટીને ૪૨,૦૫૧ પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ ૧૩૭ પોઈન્ટ વધીને ૧૯,૧૪૬.૮૧ પર પહોંચ્યો.
સ્થાનિક રોકાણકારોએ મે મહિનામાં ₹૧૯,૭૮૦ કરોડના શેર ખરીદ્યા
• ૧૪મેના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ રોકડ સેગમેન્ટમાં રૂ. ૯૩૧.૮૦ કરોડની નેટ ખરીદી કરી હતી અને સ્થાનિક રોકાણકારો (DII) એ રૂ. ૩૧૬.૩૧ કરોડની નેટ ખરીદી કરી હતી.
• મે મહિનામાં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રોકડ સેગમેન્ટમાં રૂ. ૯૫૫૮.૬૫ કરોડની નેટ ખરીદી કરી છે અને સ્થાનિક રોકાણકારોએ રૂ. ૧૯,૭૭૯.૯૩ કરોડની નેટ ખરીદી કરી છે.
• એપ્રિલમાં વિદેશી રોકાણકારો દ્વારા નેટ ખરીદી રૂ. ૨૭૩૫.૦૨ કરોડ રહી હતી. સ્થાનિક રોકાણકારોએ પણ મહિના દરમિયાન ₹૨૮,૨૨૮.૪૫ કરોડની નેટ ખરીદી કરી હતી.